________________
થયો.
પ્ર. ૨૫ શ્રી નવકારના જાપથી બીજોરાવાળા શેઠને શું થયું ?
કોઈ ગામના રાજાને ગામ બહાર વહેતી નદીના પુરમાં ચોમાસામાં બીજોરૂં મળી આવેલ; અને તેના મધુર સ્વાદથી રાજાને બીજારૂં મેળવવાની તમન્ના થઈ, તે બીજોરાનો બગીચો તેના ગામથી કેટલેક દૂર હતો, વચ્ચે આડી મોટી નદી હતી. બીજોરૂં લેવા માટે જે જાય તેને તે બગીચાનો અધિષ્ઠાયક દેવ મારી નાંખતો. પણ મરનાર વ્યક્તિ બીજોરાને પાણીમાં ફેંકી દેતો તેથી પાણીના પ્રવાહમાં પ્રવાહમાં તે બીજોરૂં રાજાને મળી જતું. પણ આ રીતે બીજોરૂં લાવવા માટે મોતના ભયથી કોઈ જવા તૈયાર થતું નહીં એટલે રાજાએ ગામના બધા માણસોની ચીઠ્ઠીઓ બનાવેલી, તે પ્રમાણે જેનો વારો આવે તેને રાજાના હુકમથી પરાણે જવું પડતું.
એક વખતે જિનદત્ત નામના શ્રાવકનો વારો આવ્યો એટલે તે નવકાર મહામંત્રનું સ્મરણ કરવા સાથે ચાલ્યો, તે બગીચામાં ગયા પછી નવકાર મહામંત્ર જોરથી બોલવા માંડ્યો, તેથી તે દુષ્ટ દેવ પણ કબજે થઈ ગયો, અને હાથ જોડીને જિનદત્ત શેઠને કહ્યું કે તમે મારો ઉદ્ધાર કર્યો, માટે હવેથી તમોને હું ઘર બેઠે બીજોરું આપી જઈશ.
પ્ર. ૨૬ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના શી રીતે થાય? શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના ત્રણ રીતે થાય
(૧) અઢાર દિવસના ઉપધાનથી
(૨) વીસ દિવસ ખીરના એકાસણાં કરી રોજ ૫૦૦૦ સફેદ ફૂલ નવકાર ગણી પ્રભુજીને ચઢાવવા સાથે ૧ લાખ નવકાર ગણવાથી. (૩) નવ એકાસણાનો તપ કરવાથી
પ્ર. ૨૭ નવકારનું સ્મરણ તીર્થંકરો કરે ખરા?
ના. કેમ કે તીર્થંકરો પોતે અરિહંત છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તેમના કરતાં નાનાછે, તેથી તીર્થંકરો ફક્ત ણમો સિદ્ધાણં
[00]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org