________________
જંગલમાં રહેલા ભીલ-ભીલડીને એક તપસ્વી જૈન સાધુ મહારાજના સમાગમથી જીવહિંસાનો ત્યાગ કરી શ્રી નમસ્કાર-મહામંત્ર શીખ્યા
તેના જાપના પ્રભાવે તેઓ મરીને દેવલોકમાં ઉત્પન્ન થયા. પ્ર. ૨૩ શ્રી નવકારના જાપથી શ્રીમતી શેઠાણીને શું થયું?
એના ધણીએ શ્રીમતીની ધર્મ આરાધનાથી દ્રષી બની બીજાં લગ્ન કરવા માટે શ્રીમતીને મારી નાખવા પૈસા આપીને મદારી પાસેથી ઘડામાં ભયંકર સર્પને મુકાવી પોતાના ઘરના ઓરડામાં તે ઘડો મુકાવ્યો; પછી શ્રીમતીને તે ઘડામાંથી ફૂલની માળા લઈ આવવા માટે તેના ધણીએ તેને ઓરડામાં મોકલી, પણ અંધારામાં ગભરાયેલી શ્રીમતીએ નવકાર મંત્રનું સ્મરણ કર્યું, તેથી સર્પ ફુલની માળા થઈ
ગઈ. અને તે ફૂલની માળા પોતાના ધણીને આપી. પ્ર. ૨૪ શ્રી નવકારના જાપથી શૂળી ઉપર ચડેલ ચોરને શું થયું?
કોઈ રાજ્યમાં લુંટફાટ કરનાર ચોરને પકડી રાજાએ શૂળી ઉપર ચડાવ્યો. અને કડક હુકમ કર્યો કે કોઈએ તેની સાથે વાતચીત કરવી નહીં તેમજ તેની પાસે પણ જવું નહીં. ચોરને મોતની અણી વખતે ભયંકર તરસ લાગી, પાણી-પાણીની બૂમ પાડવા લાગ્યો, પણ રાજાના કડક' હુકમથી કોઈ પાસે જતું નથી.
તે વખતે જિનદાસનામના શેઠ બહારગામથી આવી રહ્યા હતા, તેમણે ચોરનો પોકાર સાંભળી શ્રાવક તરીકે દુઃખીયાનું દુઃખ દૂર કરવાની લાગણીથી રાજાની આજ્ઞાની પરવા કર્યા વગર ચોરની પાસે જઈ કહ્યું કે ભાઈ તું ણમો અરિહંતાણં એટલું બોલ! હું હમણાં પાણી લઈને આવું તે દરમ્યાન તું આ મંત્રનો બરોબર જાપ કરજે એમ કહી શેઠ પાણી લેવા ગયા. પણ ચોરને શૂળીની વેદનાથી ણમો અરિહંતાણં નું પદ ભૂલાઈ ગયું ચોરને થયું કે શેઠે શું કહેલ? તે બોલ્યા વિના પાણી નહીં મળે એમ ખૂબ યાદ કરતા છેવટના બે અક્ષર યાદ આવ્યા, એટલે ચોરે આણે તાણે કાંઈન જાણં, શેઠ વચન પરમાણું એમ જાપ કરવા માંડ્યો, અને શેઠ આવે તે પહેલાં મરી ગયો, પણ એ નવકારની શ્રદ્ધાથી દેવગતિમાં ઉત્પન્ન
[૨૯ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org