________________
૧૧
શ્રી તમસ્કાર મહામંત્ર
( ભાવ મંગલ સ્વરૂપ છે !!!
(રહસ્યાત્મક વર્ણન)
મંગલની વ્યાખ્યા
'मग्यते साध्यते हितमनेनेति मंगलं ?'
જેનાથી હિત સધાય તે મંગલ, હિત સાધક ધર્મને લાવે તે મંગલ.
'मंगं धर्म लातीति मंगलम्'
મંગ એટલે ધર્મ, તેને લાવે તે મંગલ. એવો અર્થ પણ મંગલનો થાયછે. ધર્મની પ્રાપ્તિ અધર્મના નાશથી થાય છે. સર્વ અધર્મોનું મૂળ કારણ, વિષય, કષાય અથવા તેના ફળ સ્વરૂપ ચાર ગતિરૂપ સંસાર છે. તેથી સંસારનો ક્ષય કરે તે મંગલ એવો ત્રીજો અર્થ પણ મંગલનો થાય છે.
‘માં-મવાત્-સંસારાત્ જ્ઞત્નતિ-અપનયતીતિ માનનું’
મને સંસારથી ગાળે, મારા સંસારને દૂર કરે તે મંગલ. એ રીતે –
મંગલ એટલે હિતનું સાધન,
મંગલ એટલે ધર્મનું ઉપાદાન,
મંગલ એટલે અધર્મના મૂળભૂત સંસારનું જ મૂલોચ્છેદન. દ્રવ્યમંગલ અને ભાવમંગલ :
સુખસાધક ને દુઃખનાશક પદાર્થને મંગલરૂપ માનવાની રૂઢિ સંસારમાં પ્રસિધ્ધ છે. પરંપરાએ પણ દુઃખોચ્છેદક અને સુખપ્રદાયક પદાર્થો મંગલરૂપ મનાય છે. તથા જેમાં કષ્ટ નિવારવાનું કે સુખ આપવાનું (નિશ્ચિત નહિ પણ સંદિગ્ધ) સામર્થ્ય હોય તે વસ્તુઓ પણ મંગલરૂપ મનાય છે.
જેમ કે દહીં, દૂર્વા, અક્ષત, શ્રીફળ, પૂર્ણ કળશ અને સ્વસ્તિક આદિ પદાર્થો એ રીતે સુખના નિશ્ચિત કે સંદિગ્ધ સાધનભૂત સર્વ કોઈ વસ્તુઓ જગતમાં મંગલરૂપ ગણાય છે.
અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મો તથા સ્વાધ્યાય, ધ્યાન અને
[૪૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org