________________
णमो એટલે કોઈ પણ મનગમતી ચીજને નમવું. તે તરફની રૂચિ, આપણે હળ પળે નમી જ રહ્યા છીએ, પરંતુ તે નમસ્કાર કેવળ જડ પદાર્થો અને ઐહિક સુખો પ્રત્યેનો જ હોવાથી ભવ વધારી આપે છે. કર્મસત્તાના દાસ બનાવેછે. આત્મસ્વાતંત્રથી અળગાજ રાખે છે.
ળમો - એટલે ઉપકારીના ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પવાનો શુભભાવ.
णमो
એટલે ભવની જડ સાધનામાં રક્ત થયેલ, મન અને ઈંદ્રિયોને પાછા વાળી પરમાત્મ તત્વ સ્વરૂપ આત્મસાધનામાં લયલીન બનાવવાં તે.
णमो
णमो
એટલે કષાયોથી ઉત્તેજિત થયેલ મનને શાંત બનાવવું તે. એટલે પ્રભુ પ્રત્યે પોતાના મનને ખુલ્લુ બનાવવું. સન્મુખ કરવું. णमो એટલે પોતાના આત્માનો પરમાત્મામાં ભાવથી સંકોચ કરવો તે. णमो એટલે સ્વ-આત્મામાં જ રહેલા અનંત ગુણોમાં ૨મવું.
णमो એટલે જડતત્વ પ્રત્યેના રાગને દૂર કરી વૈરાગ્યભાવ પ્રગટાવવો તે.
णमो
णमो
णमो
णमो
એટલે જીવતત્વ પ્રત્યેના દ્વેષને દૂર કરી સર્વ જીવો સાથે આત્મસમાન ભાવ પ્રગટાવવો તે.
એટલે કાયાની માયાને હાંકી કાઢવી તે.
એટલે પુદ્ગલની મમતાને મારવી તે.
એટલે ચિત્તને સમતા રસમાં ઝબોળવું તે.
જ્યારે આવો નમસ્કાર - બહુમાન – પ્રીતિ સાથે આત્મિક સુખ અને એ સુખના સાધનોને દેનારા પંચ-પરમેષ્ઠિ-સ્વરૂપ પરમાત્મ તત્વને કરવામાં આવે છે, તો ઉપર મુજબની હકીકતોનો ગુરૂગમથી અનુભવ કરી શકાય છે.
સંસારથી મુક્ત બનવા માટે નમસ્કાર છે. પણ તે પરમાત્મા પ્રત્યેનો જ હોવો જોઈએ.
Jain Education International
[ ૩૪ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org