________________
નમસ્કાર ભાવ સિવાય માનસિક ભેદ-ભાવ ન ટળે અને તે ન ટળે ત્યાં સુધી અહંકાર-મમકાર ન ઓગળે, અહંકારનું અને મમકારનું ઓગળવું એટલે ભેદ-ભાવનું ટળવું.
અભેદભાવ સિવાય જીવ જીવને જીવરૂપી કદીયે ન ઓળખે, ન આવકારી શકે, ન ચાહી શકે. તે અભેદભાવને સાધવા માટે “નમો’ એ અદ્વિતીય સાધન છે.
(સાધનાની સીડી
શ્રી નવકારના જાપમાં સંખ્યાનું બળ વધે તે ખૂબ જરૂરી છે. જેમ સો, હજાર, લાખ, દશલાખ અને કરોડ એમ ધનસંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થાય તેમ-તેમ સંસારી માયાવાળા જીવને પરમ આનંદ થાય. તેમ જીવનમાં રોજની ૩ કે ૧ માળાના પણ સરવાળાથી જીવનમાં આટલા હજાર-લાખ નવકાર ગણ્યા તેમ આંતરિક સંતોષથી અંતરની શક્તિઓનાં દ્વાર ખોલવાનો ભવ્ય પુરુષાર્થ આપોઆપ થાય છે.
-: જપ-શકિતની સુરક્ષા :
જાપ કર્યા પછી સંસારી જંજાળમાં લાગી જઈએતો એની શક્તિ ડહોળાઇ જાય, જાપથી જાગ્રત થયેલા આંદોલનો-સ્પંદનો ઉર્જાશક્તિ બગડે નહિ તે માટે તે કરેલા જાપને ફીક્સ ડીપોઝીટમાં સુરક્ષિત મુકી દેવો જેથી તેના સ્પંદનોની શક્તિ ર૪ કલાક મળ્યા કરે. જાપને ફીકસ ડીપોઝીટમાં મુકવા માટે છેલ્લે = જાપના અંતે બાર નવકાર તથા ભાવનાના પાંચ દુહા બોલવા જેથી વિકારી વાસનામાં એ જાપની શક્તિ ડહોળાઈ ન જાય.
[૩૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org