SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર ભાવ સિવાય માનસિક ભેદ-ભાવ ન ટળે અને તે ન ટળે ત્યાં સુધી અહંકાર-મમકાર ન ઓગળે, અહંકારનું અને મમકારનું ઓગળવું એટલે ભેદ-ભાવનું ટળવું. અભેદભાવ સિવાય જીવ જીવને જીવરૂપી કદીયે ન ઓળખે, ન આવકારી શકે, ન ચાહી શકે. તે અભેદભાવને સાધવા માટે “નમો’ એ અદ્વિતીય સાધન છે. (સાધનાની સીડી શ્રી નવકારના જાપમાં સંખ્યાનું બળ વધે તે ખૂબ જરૂરી છે. જેમ સો, હજાર, લાખ, દશલાખ અને કરોડ એમ ધનસંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થાય તેમ-તેમ સંસારી માયાવાળા જીવને પરમ આનંદ થાય. તેમ જીવનમાં રોજની ૩ કે ૧ માળાના પણ સરવાળાથી જીવનમાં આટલા હજાર-લાખ નવકાર ગણ્યા તેમ આંતરિક સંતોષથી અંતરની શક્તિઓનાં દ્વાર ખોલવાનો ભવ્ય પુરુષાર્થ આપોઆપ થાય છે. -: જપ-શકિતની સુરક્ષા : જાપ કર્યા પછી સંસારી જંજાળમાં લાગી જઈએતો એની શક્તિ ડહોળાઇ જાય, જાપથી જાગ્રત થયેલા આંદોલનો-સ્પંદનો ઉર્જાશક્તિ બગડે નહિ તે માટે તે કરેલા જાપને ફીક્સ ડીપોઝીટમાં સુરક્ષિત મુકી દેવો જેથી તેના સ્પંદનોની શક્તિ ર૪ કલાક મળ્યા કરે. જાપને ફીકસ ડીપોઝીટમાં મુકવા માટે છેલ્લે = જાપના અંતે બાર નવકાર તથા ભાવનાના પાંચ દુહા બોલવા જેથી વિકારી વાસનામાં એ જાપની શક્તિ ડહોળાઈ ન જાય. [૩૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy