________________
સમત્વ સર્વ જીવો સાથે એકતા સાધી આપે છે અને મહંત પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા સાધી આપે છે.
મંત્રનો તાત્ત્વિક અર્થ મનન વડે રક્ષણ છે. એટલે મંત્ર દ્વારા દેવતા ગુરુ અને આત્માનું ઐક્ય સ્થાપન કરવું તે છે. મંત્ર મનને અને પવનને આત્મા સાથે ઐક્ય કરી આપે છે. અને આત્મા તેના મનન દ્વારા ગુરુ અને દેવતા સાથે ઐક્ય કરી લે છે.
મંત્રના અક્ષરો મન અને પવન સાથે સબંધ રાખે છે. મંત્રનો અર્થ દેવતા અને ગુરુ સાથે સંબંધ રાખે છે.
એ રીતે દેવતા, ગુરુ અને મંત્રની એકતા સાધવા દ્વારા મંત્રચંતન્ય પ્રગટે છે અને મંત્રચેતન્ય પ્રગટ થવા દ્વારા યશષ્ટ ફળની સિદ્ધિ થાય છે. દેવતા અને ગુરુનો સંબંધ સકલ જીવ સૃષ્ટિ સાથે છે. તેથી મંત્રમૈતન્ય વિશ્વવ્યાપી બની જાય છે.
“સમત્વનો લાભ એ તથાભવ્યત્વનો વિકાસ છે, મમત્વનો નાશ એ સહજમળનો હ્રાસ છે. સમત્વનો વિકાસ અહત્વની સાથે સંબંધ કરાવી આપે છે. મમત્વનો નાશ અહંત્વને ઓગાળી આપે છે.”
અહત્વ અને મમત્વ એ વિજાતીય કર્મદ્રવ્યના સંબંધથી દૂષિત પરિણતિરૂપ હતા તે કલ્પના સમત્વ અને અહત્વની સાધના દ્વારા ગળી જાય
વિકલ્પ-કલ્પિત અહત્વ અને મમત્વની કલ્પના ઓસરવા માંડે છે, તેમ તેમ વિજાતીય દ્રવ્યના સંબંધમાં આવવાની જીવની યોગ્યતા પણ ઘટતી જાય છે.
વિજાતીય દ્રવ્યના સંબંધને અને અહંન્દુ-મમત્વની કલ્પનાને કાર્યકારણ ભાવનો સંબંધ છે. એકના ઘટવાથી બીજાનું ઘટવું અવશ્યમેવ થાયછે.
જ્ઞાન અને ક્રિયા ઉભય મળીને મોક્ષનો માર્ગ બને છે, એવું શાસ્ત્રકાર ભગવંતોનું ફરમાન છે, વ્યવહાર કાળમાં ક્રિયા અને ધ્યાન કાળમાં જ્ઞાન મુખ્ય બનીને કર્મ-દ્રવ્ય અને અહંત-મમત્વને ઘટાડનાર થાય છે.
[૩૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org