________________
૧૬. ઈષ્ટ-સિદ્ધિની દ્રષ્ટિએ નવકાર શારીરિક બળ, માનસિક વિકાસ, આર્થિક વૈભવ, રાજકીય સત્તા, ઐહિક સંપત્તિ તથા બીજા પણ અનેક પ્રકારના ઐશ્વર્ય પ્રભાવ અને ઉન્નતિને આપનાર થાય છે.
ટૂંકમાં શ્રી નવકાર ચિત્તની મલિનતા અને દોષોને દૂર કરીને નિર્મળતા અને ઉજ્જવળતાને પ્રગટાવી આપે છે.
સર્વ ઉન્નતિનું બીજ ચિત્તની નિર્મળતા છે.
એ નિર્મળતા નવકારથી સહજ રીતે સિદ્ધ થાય છે.
શ્રી નમસ્કાર-મહામંત્રની ઉત્તમતા
“પરમેષ્ઠી નમસ્કાર’એ ગુણાનુરાગનું પ્રતીક છે. એનાથી ગુણાનુરાગ ન હોય તો જાગે છે, અને હોય તો વધે છે.
વળી અતંરાત્મ-ભાવને લાવનાર, તેને ટકાવનાર, વધારનાર અને છેવટે પરમાત્મ-ભાવ સુધી પહોંચાડનાર “પરમેષ્ઠી નમસ્કાર” છે.
માર્ગાનુસારીની ભૂમિકાથી માંડી સમ્યગ્ દિષ્ટ-દેશવિરતિધર અને સર્વવિરતિધર સર્વ જીવોનું “પરમેષ્ઠી-નમસ્કાર'' એ પરમ-આવશ્યક કર્તવ્ય થઈ પડે છે.
Jain Education International
[ ૨૩ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org