________________
૨ શ્રી નવકાર મંત્ર મટાધિરાજ કેમ ?
શ્રી નમસ્કાર મંત્રની અનાદિસિદ્ધ, સનાતન, સાહજિક એવી વિશિષ્ઠ રચના છે કે – જેથી વ્યવસ્થિત જાપના બળે સાધકનું ચિત્ત જાપમાંથી ધ્યાનમાં, ધ્યાનમાંથી લયમાં, લયમાંથી સમાધિમાં અને સમાધિમાંથી પ્રજ્ઞા(ઉત્કૃષ્ઠ ક્ષયોપશમ - પ્રતિભાજ્ઞાન) માં ઝડપી ગતિએ પહોંચી જાય છે. મહામંત્રની સહજ સિદ્ધ રચનામાં અદ્વિતીય વિશિષ્ઠ બલ છે કે જે દ્વારા ધ્યાન પ્રવાહનું ઉર્ધીકરણ અનાયાસે થઈ જાય છે. આ મહામંત્રના વર્ષોની સંયોજના જ કોઈ અદ્ભુત ગણિત-વિજ્ઞાનના નિગઢ સિધ્ધાંતમય જણાય છે; કેમકે.... અલ્પ પ્રયત્ન સાધકની વૃત્તિઓમાં ઉર્ધ્વમુખીપણું આવી જાય છે: જેટલી વિશિષ્ઠ પરિણામશુદ્ધિ સાધકે જાપ દ્વારા મેળવી હોય તેટલી મંત્ર સિદ્ધિ શીધ્ર થતી હોય છે. અન્ય મંત્રોના જાપથી થતી પરિણામશુદ્ધિની અપેક્ષાએ શ્રી નવકારનો જાપ પરિણામવિશુદ્ધિ અલ્પ પ્રયત્ન મેળવી આપે છે.
આ કારણે શ્રી નવકાર મંત્ર મંત્રવિરાજ ગણાય છે.
'પરમાત્મા નથી તો...?
પરમાત્મા તો મોક્ષમાં બીરાજી ગયા પણ..
પરમાત્માની આજ્ઞા-જપ-ભક્તિ અનાદિ સંસ્કારના સકંજામાંથી છોડાવનાર છે.
આ ભાવ હૈયામાં રાખો.
[૨૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org