________________
આ રીતે પાંચ પદમાં ૩૫ અક્ષરોછે. તેમાં ૩૨ લઘુ અને ૩ ગુરૂછે. છઠ્ઠા પદ ‘સો પંચળમુક્કારો’ માં અક્ષરો આઠ છે અને તેમાં સાત લઘુ છે અને એક ગુરૂ છે. પંચળમુરારો માં ા અક્ષર ગુરૂ છે.
સાતમા પદ ‘સવ્વપાવળળાસો’ માં અક્ષરો આઠ છે અને તેમાં છ લઘુ અને બે ગુરૂ છે. આ પદ માં વ્વ અને વ્ એ અક્ષરો ગુરૂ છે.
આઠમા પદ મંતાણં ચ સવ્વુત્તિ ’ માં અક્ષરો આઠ છે અને તેમાં સાત લઘુ છે અને એક ગુરૂ છે. સસિં નો બ્વે અક્ષર ગુરૂ છે.
નવમા પદ ‘પઢમં હવરૂ મંત્રં ’ માં અક્ષરો નવછે અને તેમાં નવે અક્ષરો લઘુ છે.
આ રીતે નવકાર મંત્રના છેલ્લા ચાર પદો જે ચૂલિકા કહેવાય છે, તેમા કુલ ૩૩ અક્ષરો છે તેમાંના ચાર ગુરૂ અને ૨૯ લઘુ છે.
શ્રી મહાનિશીથ સૂત્રમાં શ્રી નવકાર - મહામંત્રને પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળો મહાશ્રુતસ્કંધ કહ્યો છે.
એટલે શરૂના પાંચ પદ સ્વતંત્ર એકેક અધ્યયન રૂપ છે. છેલ્લા ચાર પદ ચૂલિકા રૂપ છે, અને તે શ્લોક છંદમાં છે.
શરૂના પાંચ પદના ૩૫ અક્ષર થાય છે. ચૂલિકાના ચાર પદના ૩૩
અક્ષર છે.
શ્રી નમસ્કાર મહામંત્રના વિશિષ્ઠ મહિમાને જણાવતાં પૂ. શ્રી રત્નમંડનગણી મહારાજે શ્રી ઉપદેશ તરંગિણી ગ્રંથમાં એક જગ્યાએ કહ્યું છે 3...
“पञ्चादौ यत्पदानि त्रिभूवनपतिभिर्व्याहृता पञ्चतीर्थी, तीर्थान्येवाष्टषष्ठिः जिनसमयरहस्यानि चस्याक्षराणी । यस्याष्टौ सम्पदश्चानुपमतममहा - सिद्धयोद्धेतशक्तिजयाल्लोकद्वयस्याभिलषितफलद: श्री नमस्कारमन्त्रः ॥
આ લોક અને પરલોક એમ બંને લોકમાં ઇચ્છિત ફળને આપના૨, અદ્વિતીય શકિત સ્વરૂપ શ્રી નમસ્કારમંત્ર જયવંત વર્તો કે જેનાં પાંચ પદોને
[ ૧૧ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org