________________
પ્રગટાવ્યું છે, તેવું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય તે માટે આ પદમાં શ્રી આચાર્ય ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરાયા છે.
એટલે કે.... જ્ઞાનાચાર, દર્શનાચાર,ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારનું વ્યવસ્થિત સર્વાગ-સંપૂર્ણ શાસ્ત્રીય રીતે પાલન કરી બીજા પુણ્યાત્માઓને પણ આ પાંચ આચારના પાલનની પ્રેરણા આપનાર, આચારશુદ્ધિ સદાચારના રાજમાર્ગના પ્રવર્તક, ચતુર્વિધ શ્રી સંઘના નાયક, છત્રીશછત્રીશી ગુણોથી શોભતા...........
શ્રી આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ !!! | નમો ઉવાયાvi |
ચોથા પદે શ્રી ઉપાધ્યાય ભગવંત છે.
જેઓ આપણને ગણધર ભગવંતોએ ગૂંથેલી દ્વાદશાંગી અને તદનુસારી મહર્ષિઓએ રચેલાં શાસ્ત્રોના સ્વાધ્યાયના રસનો અમૃતથી પણ અધિક મીઠો સ્વાદ ચખાડવામાં સહાયભૂત થાય છે. અને આપણી જ્ઞાનની માત્રાને સતેજ કરવામાં પોતાની સર્વ શકિત ખર્ચે છે. તે બદલ શ્રી ઉપાધ્યાય ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરાય છે.
એટલે કે..... જગતના પ્રાણીમાત્રના આધ્યાત્મિક ઉત્થાનને અનુલક્ષીને શાસ્ત્ર સ્વાધ્યાયમાં હિતકર પ્રવૃત્તિ કરનારા અને કરાવનારા, શ્રી તીર્થકર ભગવંતોએ ભાખેલ અને શ્રી ગણધરો એ ગૂંથેલ સર્વજીવહિતકર વાણી સ્વરૂપ દ્વાદશાંગી-આગમોનું પઠન-પાઠન કરવા-કરાવવાની પુનિત પ્રવૃત્તિથી ભવ્યજીવોના વિવેકચલુને નિર્મલ કરનારા અને ભાવભયથી બચાવનારા, વિનય, નમ્રતા અને સ્વકેન્દ્રીય બની નિખાલસતા સાથે પરચર્ચા પરપંચાતથી દૂર રહેવા-આદિ ગુણોના પ્રવર્તક, પચ્ચીસ ગુણોથી શોભતા..
શ્રી ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ !! નમો નઈ સર્વસ[vi |
પાંચમા પદે શ્રી સાધુ ભગવંત છે. જે ભવ્યાત્માને આ પદમાં બેસવાનું સદભાગ્ય સાંપડે છે તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org