________________
ભવ્યાત્મા ક્રમે કરીને ઉપરના પદોમાં બિરાજીને છેવટે પરમ પદ પ્રાપ્ત કરે
સિદ્ધિ પદને પ્રાપ્ત કરવા માટે સાધુ ભગવંતો હિંસા, અસત્ય, તેય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ મહાપાપોની વિરતિ-સ્વરૂપ પંચ મહાવ્રતોને પાળે છે અને ભવાંતરમાં પણ તેની જ ઉત્તરોત્તર શુદ્ધિની માંગણી કરે છે. તપ સંયમ અને ચારિત્રના પાલન કરવા દ્વારા પોતાના કર્મોનો નાશ કરવાના અથાગ પ્રયત્નો આદરે છે. પોતાના લક્ષ્યને ખાતર અનેક કષ્ટો ઉઠાવે છે. સર્વ જીવો પ્રત્યે દયા અને સમભાવ ધારણ કરે છે. મૈત્રી, પ્રમોદ, કારશ્ય અને એ ચારે ભાવનાઓને પ્રવર્તાવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયીને આરાધેછે.
આપણને પણ એ પાંચ મહાવ્રત આદિની પ્રાપ્તિ થાય, તે માટે શ્રી સાધુ ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરાય છે.
એટલે કે.....શ્રી વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે સત્તર ભેદે સંયમનું પાલન કરનારા, સુક્ષ્મ કે બાદર જીવ માત્રની જયણા પાળનાર, છ જીવ નિકાયની સંપૂર્ણ અહિંસા પાળનાર,
પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ૧૮૦૦૦ શીલાંગ અને સંયમાનુકુળ વિવિધ પ્રવૃત્તિઓને શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનુસાર આચારનારા, ઉર્ધ્વલોક (મેરૂપર્વત આદિ) અધોલોક (કૂબડી વિજય આદિ) અને તિર્થાલોક માં (પંદર કર્મભૂમિ ઉપરાંત સંહરણ- કારણથી યાત્રા આદિ થી સંપૂર્ણ મનુષ્યક્ષેત્ર, શ્રી નંદીશ્વરદ્વીપ, શ્રી કુંડળ દ્વીપ યાતાત્ અસંખ્ય દ્વિપ સમૂદ્રો વિવિધ સ્થળોએ દેવકૃત અપહરણ લબ્ધિબળે કે યાત્રાદિ અર્થે સંભવ હોઈ) રહેલા જ્ઞાન દર્શન, ચારિત્રની વિવિધ કક્ષાએ વર્તનાર એટલે કે બે, ત્રણ અને ચાર જ્ઞાનવાળા કેવળજ્ઞાનીઓ, લબ્ધિધરો, અપ્રમત, પ્રમત્ત, ચૌદ પૂર્વધરો અગિયાર અંગના જાણકાર, ઉપશમ-લપક શ્રેણિવાળા બાલ, વૃધ્ધ, ગ્લાન, તપસ્વી, શાસન પ્રભાવક, પ્રવચની, ધર્મકથી, શાસન ઉપરના આક્રમણોને હઠાવનારા, જિનકલ્પી, સ્થવિરકલ્પી, સાંભોગિક, અન્યસાંભોગિક, સમનોજ્ઞ, અમનોજ્ઞ, ગીતાર્થ,અગીતાર્થ, ગણનાયક, પ્રવર્તક,સ્થવિર, સામાન્ય સાધુ આદિ અનેક રીતે જિનાજ્ઞા અનુયાયી તથા ૨૭ ગુણોથી શોભતા......
[ પ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org