Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
( ૮ )
આપનાર આ. શ્રી જિનઋદ્ધિસૂરીશ્વરજી મહારાજ તથા તેમના વિદ્વાન શિષ્ય શ્રી ગુલાબ મુનિએ આ કાર્યમાં પૂરતું પ્રોત્સાહન આપ્યું અને બંને મુનિવરેની કૃપાદૃષ્ટિથી જ આ પુસ્તક વેળાસર પ્રકટ કરવા ભાગ્યશાળી બન્યો છું.
આ ઉપરાંત ભારે ખાસ આભાર માનવો જોઈએ પ્રફરીડીંગ આદિમાં મદદ કરનાર અને સમયે સમયે સૂચના દેનાર “જેન” ઑફિસમાં કાર્ય કરતાં ભાઈશ્રી નરોત્તમદાસ (બાલુભાઈ) રૂગનાથને. કાર્યાલયના સહાયક સાહિત્યરસિક સન્મિત્રે પૈકી શેઠ લખમશી પાલન કાપડિયા-કચ્છ-બીદડાવાળા, શેઠ તેજશીભાઈ જેઠુભાઈ હીરાજીકચ્છ-બીદડાવાળા, શેઠ લીલાધર ગુલાબચંદ-વેરાવળવાળા, શેઠ હરકીસનદાસ મોહનદાસ વસનજી કાપડિયા-પોરબંદરવાળા, શેઠ છેટા લાલ પ્રેમજી-માંગરોળવાળા, શેઠ વીરચંદ પાનાચંદની પેઢીવાળા શેઠ ભાઈચંદ રૂપચંદ તથા પેઢીના વહીવટદારે તેમજ આ કાર્યાલયના ખાસ સ્થંભરૂ૫ રાવસાહેબ શેઠ રવજીભાઈ સેજપાલ જે. પી. તેમજ શેઠ પદમશી મનજી ઝવેરી કચ્છ-મુંદડવાળા વગેરે વગેરે સદગૃહસ્થને આભાર માન્યા સિવાય તે ચાલે જ કેમ કારણ કે તેમની મદદના અભાવમાં તે કાર્યાલયના પ્રકાશને જીવંત સ્વરૂપ પકડે જ કેવી રીતે?
અંતમાં મારા સહાયકે, પ્રેમભાવ દર્શાવનાર મિત્રજનેને આભાર ભાની, મેંઘવારીના સમયમાં પણ કરેલા મારા આ સાહસને વધાવી લઈ મને આવા ને આવા ઉપકારક પ્રકાશને પ્રગટ કરવામાં પગભર કરે અને આ શ્રી મુનિસુવ્રત સ્વામીના પવિત્ર જીવનચરિત્રમાંથી સૌરભભરી પુષ-પાંખડી ગ્રહણ કરી પોતાના જીવનને સુવાસિત બનાવે એ જ અભ્યર્થના સાથે વિરમું છું.
-મંગળદાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com