________________
કામદેવરૂપી સુભટને મારી મારીને જેમણે મહાદિક દો ત્યાગ કર્યો હત, મુનિપતિની પદવી (ચારિત્ર) ધારણ કરી કરીને તેમણે કર્મપી ‘શના સમૂહને કાપી નાંખ્યો હતો તથા કુમાર્ગગમનનું નિવારણ કરી કરીને જેઓ જૈન સિદ્ધાંતમાં આસક્ત થયા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૫
द्वेष द्वेषं कपटपटुकं निलवं न्यायमुक्तं __ पेषं पेषं कुशलविकलं कर्मवारं प्रभूतम् । पोषं पोषं विमलकमलं चित्तरूपं महात्मा
स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः ॥६॥ માયા-કપટ કરવામાં નિપુણ અને ન્યાયરહિત એવા નિવના ઉપર દ્વેષ કરી કરીને, કલ્યાણને નાશ કરનાર મોટા કર્મના સમૂહને પીસી પીસીને તથા ચિત્તરૂપી નિર્મળ કમળનું પિષણ કરી કરીને જેઓ મહાત્મા ગણાત હતા તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૬
शोषं शोषं कलुषजलधिं ध्वस्तपापादिपङ्कः
प्लोषं प्लोषं सकलमशुभं शुद्धधीानमनः । तोषं तोषं भविजनमनो जैनतत्त्वादिभिर्यः
स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः ॥७॥ પાપરૂપી સમુદ્રનું શોષણ કરી કરીને જેમણે અશુભ કર્મરૂપી પને નાશ કર્યો હતો. સમગ્ર અશુભને બાળી બાળીને તથા જિનાગમના તત્વ વિગેરે કહેવાવડે ભવ્યજનોને સંતોષ પમાડી પમાડીને શુદ્ધ બુદ્ધિવાળા જેઓ આત્મધ્યાનમાં મગ્ન રહેતા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com