Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
( ૭૭ )
સમૂહે ઉચ્ચસ્વરૂપે જેમનુ યોાગાન કરેલું છે એવા, આધિભાતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ઇત્યાદિ વિવિધ પ્રકારના સંસારના વિષમ તાપથી વ્યાકુળ બુદ્ધિવાળા જીવાને શરણુ કરવાલાયક અને ધ્યાનમાં ઉદ્ઘસાયમાન હૃદયવાળા શ્રી ગુરૂ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવુ` છું. ૨
तपस्यादीप्ताङ्गं गजवरगतिं पावनतनुं । सुरूपं लावण्यप्रहसितसुराङ्गद्युतिभरम् || प्रसन्नास्यं पूतक्रमकमलयुग्मं शशिमुखं ।
स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ||३||
તપસ્યાથી દૈદીપ્યમાન શરીરવાળા, શ્રેષ્ઠ, હસ્તીસમાન સુંદર ગતિવાળા, પવિત્ર શરીરવાળા, સુંદર રૂપવાળા, લાવણ્યવડે દેવાના શરીરની કાંતિના સમૂહ જેણે હસી કાઢયો છે એવા, પ્રસન્ન મુખવાળા, જેમના એ ચરણુકમળ અતિ પવિત્ર છે એવા, ચંદ્રસમાન મુખવાળા, ધ્યાનમાં ઉલ્લસાયમાન છે. હૃદય જેવુ એવા શ્રી ગુરૂ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવું છેં. ૩
श्रुतस्याद्वादार्थप्रमितिनयबोधोद्धुरधियं । सदाचीर्णाचारं यमनियमयोगाङ्गकुशलम् ॥ महान्तं योगीशं सुविहिततपागच्छतिलकं । स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥४॥
શ્રુતજ્ઞાનમાં વર્ણવેલ ( ગુરૂપર‘પરાથી સાંભળેલ ) અથવા પ્રસિદ્ધસ્વરૂપ સ્યાદ્વાદરૂપ પદાર્થો અગર ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો તથા તેના ગુણુપર્યાયસ્વરૂપ પદાર્થોં, પ્રમાણ, સપ્ત નય-શ્રુતજ્ઞાન ( સિદ્ધાંત ) એ સર્વના જ્ઞાનમાં અગ્રેસર બુદ્ધિવાળા, સારી રીતે અથવા હંમેશાં ઉત્તમ જ્ઞાનાચારાદિ પાંચ આચારોને આચરનારા. યમ-નિયમ વિગેરે યોગના અંગને આરાધવામાં કુશળ, મહાન્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96