________________
( ક ) સરમાં મહેતા તરીકે કામ કરનાર શ્રાવક પ્રેમજીએ
મહારાજજીના હાથથી ભાવનગરમાં દીક્ષા લીધી તે. ૧૦ મુનિ કપૂરવિજયજી–સંવત ૧૯૪૭ ના વૈશાખ શુદિ ૬ ઠે
વળાના રહીશ એસવાળ જ્ઞાતિના શ્રાવક કુંવરજી અમીચંદ, જેઓએ ઈગ્રેજી અભ્યાસ કરીને મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી હતી તેમણે વૈરાગ્યદશા પામીને ભાવનગરમાં મહારાજજીના હાથથી દીક્ષા લીધી તે.
આ શિવાય મુનિ ઉમેદવિજયજી, દુર્લભવિજયજી, અમરવિજયજી તથા મેઘવિજયજી વિગેરેએ મહારાજજીના હાથથી દીક્ષા લીધી છે, પરંતુ દીક્ષા બીજાના નામની અપાયેલ હોવાથી તેમના નામ આમાં ગણ્યા નથી, તેમજ મહારાજજીના ઉપદેશથી વૈરાગ્ય પામીને કેટલાએક શ્રાવકોએ મુનિરાજશ્રી મૂળચંદજી, મુનિરાજશ્રી નિત્યવિજયજી તથા મુનિરાજશ્રી ઉમેદવિજયજી વિગેરેની પાસે દીક્ષા લીધી છે તેમના નામની વિવક્ષા પણ આમાં કરેલી નથી.
( સં. ૧૯૫૪ ) ઉપર લખેલી હકીકત સં. ૧૯૫૪ના સમય સુધીની છે. તેમાંથી મુનિરાજ શ્રી ગંભીરવિજયજી, મુનિરાજ શ્રી ચતુરવિજયજી, મુનિરાજ શ્રી નેમવિજયજી અને મુનિરાજ શ્રી પ્રેમવિજયજી શ્રી ભગવતી સૂત્રના પેગ વહીને પંન્યાસ થયેલા. તેમાંથી પંન્યાસ શ્રી નેમિવિજયજી શ્રી વિજયનેમિસૂરિના નામથી આચાર્ય થયેલા વિદ્યમાન છે અને મુનિરાજ શ્રી ધર્મવિજયજી શ્રી વિજયધર્મસૂરિના નામથી આચાર્ય થયેલા કાળધર્મ પામેલા છે.
આ બીજી આવૃત્તિ પ્રગટ કરવાને સમયે તે ઉપર જણાવેલા ૧૦ મુનિરાજમાંથી આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ ને મુનિરાજ શ્રી કરવિજયજી એ બે જ વિદ્યમાન છે. (સં. ૧૯૯૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com