________________
( ૭૩ ) - ઇંદ્રિયના વિષયમાં વિરક્તભાવને ધારણ કરનારા હતા, વેદેદય તે સર્વથા શાંતભાવને પામેલ હતું, ક્વચિત હસતા તે મંદમંદ હસતા, પગલિક વસ્તુના સંગવિગે રતિઅરતિને સંભવ જ નહોતે, શેકમાત્ર આત્મહિતમાં ખામી લાવના કારણે બને ત્યારે જ થતા હતા, ભય પૂર્વોપાર્જિત કર્મોને અને પરભવને જ હતું, દુગચ્છા દેહમાં રહેલી અશુચિની જ કરતા, શિષ્યને માટે ઉત્તમ ઉત્તમ પુસ્તકને સંગ્રહ કરવાની ઈચ્છાવાળા હતા, દરેક ગામમાં જ્ઞાનભંડાર સારી સ્થિતિમાં સચવાઈ રહે-વીંખાઈ ન જાય તેને માટે ઉપદેશ કર્યા કરતા હતા, નવા ભંડારે કરાવતા હતા, જેનતીર્થોનું હિત જાળવવા માટે શ્રાવકવર્ગને પ્રેરણા કર્યા કરતા હતા અને પૂર્વોક્ત સર્વ કાર્યમાં પિતાના આત્માનું હિત વૃદ્ધિ પામે એવી સાધ્યદષ્ટિ રાખતા હતા.
આવા મહાત્માના ચરિત્રનું સ્મરણ કરવાથી અને બની શકે તે પ્રમાણે તેનું અનુકરણ કરવાથી અનેક પ્રાણુઓ પોતાના આત્માનું હિત કરી શકે છે, એવા હેતુથી આ મહાપુરૂષનું ચરિત્ર લખવાને કરેલો પ્રયાસ વાચકવૃંદની શુભવૃત્તિવડે સફળતાને પામો.
यस्य क्षान्तिगुणो महान् मुदिरवत् क्रोधाग्निसंशामकः, यस्याहो चरितामृतांशुकिरणैस्तापो भुवां नाशितः । श्रुत्वा यस्य कथां शुभां जनगणो मुक्तौ सदोत्तिष्ठते, सोऽयं वो वितनोतु भद्रपदवीं श्री वृद्धिचन्द्रः प्रभुः ।।
જેમને મહાન શાન્તિને ગુણ વર્ષાદની માફક કપરૂપી અગ્નિને નાશક હતા, જેમના ચારિત્રરૂપી ચન્દ્રના કિરણો વડે પૃથ્વીને સંતાપ નાશ પામ્યું હતું, જેમને પવિત્ર ઉપદેશ સાંભળી મનુષ્ય મોક્ષમાર્ગ તરફ પ્રવૃત્ત થતા હતા તે મહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી તમારા કલ્યાણને વિસ્તારે.
અનેકાન્તી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com