________________
( ૧ ) અંતાવસ્થાએ મહારાજશ્રીના દિલમાં (૧) દાદાસાહેબમાં બંધાતું દેરાસર સંપૂર્ણ થઈને પ્રતિષ્ઠા થયેલ જોવાની, (૨) ભાવનગરમાં શ્રાવક્સમુદાય બહાળો છતાં કેઈને ત્યાં ઘરદેરાસર નહોતું તે કરાવવાની, (૩) વળા શહેરમાં અપ્રતિમ ઉપગારી શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણની યાદગીરી કાયમ રહેવા માટે તેમણે કરેલા જેનસિદ્ધાંતના પુસ્તકારૂઢપણાના લેખસાથે તેમની પાદુકા સ્થાપન કરાવવાની અને (૪) જેન રીતિ પ્રમાણે જેનવર્ગમાં વિવાહાદિ સંસ્કાર થાય તેમ કરવા વિગેરેની અભિલાષાઓ હતી, જેમાંની આ ચરિત્ર પ્રગટ થતા સુધીમાં કેટલીએક પાર પડી છે અને બાકીની પાર પડવા સંભવ છે. મહારાજશ્રીનો પુન્યપ્રતાપ અદ્યાપિ પણ અચળ સ્થિતિમાં હોય એમ દેખાય છે.
આ બાળબ્રહ્મચારી મહાત્માનું ચરિત્ર અહીં સમાપ્ત થાય છે. એ મહાત્માના ગુણનું વર્ણન જેટલું કરીએ તેટલું થોડું છે. તેમના ગુણ અહર્નિશ સાંભરી આવે તેવા છે. તેઓ માવજીવિત શુદ્ધ આચારવિચારમાં તત્પર રહ્યા છે. નિરંતર અપ્રમાદીપણે સ્વપરહિતમાં તત્પર રહ્યા છે. નિરર્થક કાળક્ષેપ કદાપિ પણ કર્યો નથી. લોકરંજનાથે જ્ઞાન મેળવવાનો વિચાર દિલમાં ન ધરાવતાં આત્મહિત માટે જ અનેક શાસ્ત્રોનું નિરંતર અવલોકન કર્યું છે. શ્રીમદવિજયજી ઉપાધ્યાયકત જ્ઞાનસાર અષ્ટક ઉપર એસાહેબને બહુ પ્રીતિ હતી જેથી વારંવાર તેને પાઠ કરતા. નવીન ગ્રંથાદિ કાંઈ પણ રચવાની અભિલાષા વર્તતી નહોતી, તે પણ તેઓ સાહેબ જે જે ગ્રંથ વાંચતા તે એવા સૂક્ષ્મ વિચારપૂર્વક વાંચતા અને તેમાં પદછેદ અને પચચાદિ એવા બારીક રીતે કરતા હતા કે તે ગ્રંથ અન્ય સર્વને બહુ જ લાભકારક અને બેધદાયક થઈ પડત. આસ્તિક્યતામાં તેઓ અપૂર્ણ નહેતા, શ્રદ્ધાવડે પૂર્ણ હતા, તેઓને ઉપદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com