________________
( ૭૨ )
અમાઘ હતા, અંત:કરણની આકૃતિ અને બાહ્ય આકૃતિ અને શાંત હતી, કદિ પણ કાર્યને દુઃખ લાગે તેવુ વચન કહી શકતા નહીં. પથ્ય, તથ્ય ને પ્રિય એવું સત્ય વચન ખેલવાની જ તેને સ્વાભાવિક ટેવ હતી. જ્ઞાનદાન દેવામાં તેઓસાહેબે કદિપણુ આત્મવી ને ગેપળ્યું નથી. સુમારે ૪૦ સાધુ-સાધ્વીને દીક્ષાનુ દાન કર્યું છે. પરિપૂર્ણ પણે ચારિત્રધર્મનું આરાધન કર્યું છે. બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્ય પાળ્યુ છે. શરીરશક્તિ મઢ હેાવાથી આદ્યુતપ તેઓ વિશેષ કરી શકયા નથી, પરંતુ અભ્યંતર તપમાં અનેિશ તત્પર જ રહ્યા છે. ખાદ્યુતપ પણ શક્તિના પ્રમાણમાં કરવાના કાયમ ઈચ્છક હતા. છેવટના વખતમાં વીશસ્થાનકના આરાધન નિમિત્તે આળી કરવાના આદર કર્યો હતા. સંવત ૧૯૪૮ના પર્યુષણમાં છાતીના દુખાવાના વ્યાધિ વધારે ઉપડ્યો ત્યાર અગાઉ સલગ્ન ત્રણ એળીના ૬૦ એકાસણા કર્યા હતા. ભાવધર્મ ના આરાધનમાં એએ આધુનિક મુનિસમુદાયમાં એક્કા હતા. મુજ્ઞિાન તેા તેઓએ વક્ષસ્થળમાં કારી રાખેલુ હતું. ઉપશમરસના ભડાર હતા, અભિમાનને દેશાટન કરાવેલુ હતુ, માયાને તજી દીધી હતી અને લેાભ માત્ર આત્મહિતની વૃદ્ધિ કરવાના જ રાખ્યા હતા. કાઈ પણ વિચાર સાહસિકપણે કરતા નહીં પણ દીર્ઘ દ્રષ્ટિપૂર્વક કરતા તેથી કાઈપણુ કાર્ય કર્યો પછી પશ્ચાત્તાપ કરવા પડ્યો હાય એવું તેમની જીંદગાનીમાં એક વખત પણ બન્યું નથી. તેઓ પોતે જ એક વખત અષ્ટકની ટીકા વંચાવતા ખેલ્યા હતા કે જ્યારે જ્યારે હું કાંઇ પણ એવુ છુ અથવા કરૂ છું ત્યારે તરતજ તે ખેલવાનુ તથા ક્રિયા કરવાનું શું પરિણામ થશે તે સંબંધી વિચારણા થાય છે. આ ઉપરથી તેમને પેાતાને કેવું ઉંચા પ્રકારનું અનુભવજ્ઞાન હતુ તે સમજી શકાય છે, કારણ કે એવી વિચારણાવાળાને અચેાગ્ય વર્તનના તથા પુણ્ય પાપ મ ધનના તે અભાવ જ હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com