________________
( ૭ ) મોટા નાના સરવ જનને માન આપે સુહર્ષ, હેતે બોલી મધુર વચને ભક્તના ચિત્ત કર્યો, જેના ચિત્તે અચલિત સદા તુલ્ય દષ્ટિ વિભાસે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? ૫ વિદ્વાનોના વદન નિરખી નિત્ય આનંદ પામે, ગ્રંથે દેખી અભિનવ ઘણે હર્ષ જે ચિત્ત જામે, તો જાણું જિનમતતણું જ્ઞાનદષ્ટિ પ્રકાશે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? જે શિષ્યને વિનય વધવા હેતથી બોધ આપે, વિદ્યાકેરૂં વ્યસન કરવા મસ્તકે હસ્ત થા; જેની સર્વે ઉત્કૃતિ સદા શિષ્યવૃદે ગવાશે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? ૭ વારે વારે ગુરૂવરતણું મૂર્તિ દ્રષ્ટ તરે છે, નેત્રે તેનું સ્મરણ કરતાં અશ્રુધારા ધરે છે; નિએ તેની શુભ શિવગતિ નર્મદાતા જ થાશે,
તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? ૮ આ પ્રમાણે મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી જેઓ નિસ્પૃહશિરોમણિ મુનિરાજશ્રી બુટેરાયજીના શિષ્ય, પ્રતાપી ગણિજી શ્રીમૂળચંદજીના લઘુ ગુરૂભાઈ અને મહાતપસ્વી, ક્ષમાસમુદ્ર મુનિરાજશ્રી ખાંતિવિજયજીના તેમજ જ્ઞાનસમુદ્ર, પર્શાસ્ત્રના પારગામી મુનિરાજશ્રી આત્મારામજી વિગેરેના મોટા ગુરૂભાઈ હતા તેઓ ૧૯ વર્ષને ૪ માસનું આયુષ્ય પ્રતિપાલન કરીને, તેમજ ૪૧ વર્ષને દીક્ષા પર્યાય પાળીને, અનેક ભવ્યજીની ઉપર ઉપગાર કરી સ્વર્ગસુખના ભક્તા થયા છે.
તેઓ સાહેબના દિલમાં જે જે શુભ અભિલાષાઓ થતી હતી તે તે પુન્યની પ્રબળતાથી સ્વ૮૫ સમયમાં પાર પડતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com