________________
આ પ્રમાણેના શેકયુક્ત ઉદગાર ભકિતના મુખમાંથી નીકળ્યા કરતા હતા. સંસ્કાર થઈ રહ્યા બાદ ચિતા શાંત કરવામાં આવી. શ્રાવકવર્ગ પણ સર્વે સ્નાન કરી એન્ન થઈ શકશાંતિનિમિત્તે ઉપદેશ સાંભળવા ઉપાશ્રયે ગયે. મુખ્ય શિષ્ય મુનિ ગંભીરવિજયજીનો ઉપદેશ સાંભળી ચિત્ત શાંત કરી હૈ સ્વસ્થાનકે ગયું.
તે દિવસે આખા શહેરમાં હડતાળ પાડવામાં આવી. તમામ પ્રકારના વ્યાપાર બંધ રહ્યા. મીલ, પ્રેસ, કારખાનાઓ, બંદર, મસ્યજાળ તેમજ બીજા સર્વ આરંભી કા બંધ રહ્યા. શ્રાવકવગે એક સારી રકમ એકઠી કરી, તેમાંથી અનેક પ્રકારે અનુકંપાદાન દેવામાં આવ્યું. મહારાજશ્રીના સંસ્કારને સ્થાનકે મહારાજશ્રીની પાદુકાનું સ્થાપન કરવા માટે એક આરસની દેરી બનાવવામાં આવી અને તેમાં સંવત ૧૫૦ ના શ્રાવણ શુદિ પુનમે મહારાજશ્રીના પગલાં સ્થાપન કરવામાં આવ્યા. અને ગુરૂભાઈ (મુનિરાજશ્રી મૂળચંદજી અને વૃદ્ધિચંદ્રજી) એકસાથે પંજાબ દેશમાંથી આ દેશમાં આવેલા, તેમની નિર્વા
ભૂમિ પણ એક સ્થાને જ થવી સર્જત હોવાથી ચાર વર્ષને અંતરે તેમજ બન્યું. બંને મહાત્માઓના સંસ્કારને સ્થાનકે થયેલી બંને દેરીઓ અને તેમાં સ્થાપેલ પાદુકા એક બીજા સાથે પૂર્વવત્ સ્નેહ કરીને રહેલ હોય એમ અદ્યાપિ દાદાસાહેબની વાડીમાં સાથે સાથે શોભી રહી છે.
મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી કાળધર્મ પામ્યાના ખબર બહારગામ પહોંચતાં અનેક ગામમાં હડતાળે પડી, આરંભના કાર્યો બંધ રહ્યા, શ્રાવકવર્ગે પુષ્કળ દ્રવ્ય સત્કાર્યોમાં વાપર્યું અને નિરંતરની યાદગીરી રહે તેવા કામે પણ કેટલાક ગામોમાં કરવામાં આવ્યા. વળામાં મહારાજશ્રીનું નામ જોડીને એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com