________________
તત્કાળ એ ખેદકારક ખબર આખા શહેરમાં ફરી વળ્યા. શ્રાવકવર્ગ દિલગીર થાય એમાં તે શું આશ્ચર્ય, પણ જેને એક વખત પણ મહારાજશ્રીને પરિચય થયેલો તે સર્વ દિલગીર થયા. દેશાવરમાં તાર અને પેસ્ટદ્વારા ખબર પહોંચાડ્યા. દેવદેવેંકોએ તીર્થકરોના દેહનો નિર્વાણમહોત્સવ કરેલ તે દષ્ટાંત લઈને ભાવનગરના ભક્તિવંત શ્રાવકેએ ગુરૂભક્તિની સર્વ પ્રકારની તજવીજ કરવા માંડી. આખા શહેરમાં બીજે દિવસે તમામ પ્રકારના આરંભના કાર્ય બંધ રહે તેવી ગોઠવણ કરવામાં આવી. પ્રાત:કાળે આખા સંઘનો તમામ પુરૂષવર્ગ એકત્ર થયા. સુશોભિત શિબિકામાં મહારાજશ્રીના દેહને ભક્તિવાન શ્રાવકેએ સ્થાપિત કર્યો, અને નય ના નંદ્રા, નય નય મદ્દા એ શબ્દના એકસરખા ધ્વનિએ આકાશ શબ્દમય કરી દીધું. મહારાજશ્રીના પંચત્વપ્રાપ્તિના સમયથી માંડીને ચતુર્વિધ સંઘને જે દિલગીરી થતી હતી તેનું વર્ણન કરી શકાય એમ નથી, પરંતુ એ દિલગીરી બીજાઓ સાંભળે તેવા રૂદનના શબ્દયુક્ત નહોતી, માત્ર અંત:કરણની જ હતી. સેના મુખારવિંદે કરમાઈ ગયેલા અને શોકસમુદ્રમાં નિમગ્ન થયેલા જણાતા હતા. શ્રાવકસમુદાય મહારાજશ્રીના દેહને શોકગર્ભિત મહોત્સવ કરતા કરતા દાદાસાહેબની વાડીમાં લઈ ગયા. ત્યાં ચંદનાદિ કાવડે મહારાજશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. પુષ્કળ ઘત, કર્પરાદિ પદાર્થો ચિતાગ્નિમાં સિંચા. મહારાજશ્રીના દેહની સાથે ભક્તજનોના અંત:કરણમાં પણ વિયેગાગ્નિ પ્રજવલિત થઈ રહ્યો હતો.
હવે આપણને હિતશિક્ષા કેણ આપશે ? ઉન્માર્ગે જતાં પાછા કેણ વાળશે? કઈ બાબતમાં શંકા પડશે તે ગુરૂમહારાજ ! કહીને કેને પૂછવા જશું? પુત્રવત્ વાત્સલ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com