________________
( ૫ ) જવામાં આવ્યું હોય તેમ જેમના પર તેમની દ્રષ્ટિ કરતી હતી તેમને પોતાની પાસે જ રહેવા સૂચવ્યું હતું. કર્મોદયવડે થયેલ વ્યાધમાં તે કઈ કિંચિત્માત્ર પણ ઘટાડો કરી શકતું નથી, પરંતુ અનુકૂળ પ્રકારે સેવા કરીને વ્યથાની શાંતિ માટે જોઈએ તેવો પ્રયત્ન થતો હતો. મહારાજશ્રી પણ અનુભવજ્ઞાનમાં નિમગ્ન થઈને ઉપશમરસમાં ન્હાતા હોય એમ જણાતું હતું. પિતાને જે જે પ્રકરણદિ ઉપર પૂર્ણ રૂચિ હતી તે આ વખતે પણ સંભળાવતા હતા અને સાંભળતા હતા. ચઉસરણ પન્નાનું તો વારંવાર શ્રવણ કરતા હતા અને તેની કોઈ કોઈ ગાથાને અર્થ પણ વ્યાધિની પ્રબળતાથી બોલવાની શક્તિ નહીં છતાં વિસ્તારથી સમજાવતા હતા. એક વખત વારંો નિળયો એ ગાથાને અર્થ એ સરસ રીતે સમજાવ્યો હતો અને તે વખતે પોતાને પણ એ આહૂલાદ થયો હતો કે તેનું વર્ણન કરવું અશકય છે.
આવો અત્યંત વ્યથાકારક વ્યાધિ અને તેમાં પણ આવી અપૂર્વ સમતા એ તે જાણે વિરૂદ્ધ સ્વભાવને સમાન વેગ થઈ ગયા હોય એમ જણાતું હતું. “આયુષ્યસ્થિતિ સમાપ્ત થયે ગમે તેટલા ઉપચારે પણ ફાયદો કરી શકતા નથી.” એવા વ્યવહારિક વચનને સિદ્ધ કરવા માટે જ હોય તેમ વૈશાખ શુદિ ૭મે શ્વાસનું જોર વધ્યું. સાધુ-સાધ્વીઓએ આહારપાણી પણ ન કર્યા માત્ર ગુરૂમહારાજ સન્મુખ દ્રષ્ટિ સ્થાપીને સો બેસી રહ્યું. પરિણામે તે જ દિવસે રાતના સાડાનવ કલાકે આ અશુચિના ભંડારરૂપ નરદેહમાંથી નીકળી દેવપણુની સંપદાને ઉપભેગ કરવા માટે સંપૂર્ણ સમાધિમાં “અરિહંત, સિદ્ધ, સાહ” એ શબ્દનો ઉચ્ચાર કરતા આ નશ્વર મનુષ્યદેહ તજી દીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com