________________
( ૩ ) થઈએ. આ વિચાર સારી પેઠે ચર્ચાતાં સૌના દિલમાં બહુ સતેજ લાગણી થઈ એટલે ચૈતર વદિ ૧ મે શ્રી સંઘને એક મેળાવડા કરવામાં આવ્યું. તે પ્રસંગે અનેક વક્તાઓએ મહારાજશ્રીના પારાવાર ઉપકારનું પિતાની વાણીના ઉગારવડે સ્મરણ કરાવ્યું. તે વખતે સર્વના એક મતથી એમ ઠરાવવામાં આવ્યું કે “ સારા પાયા ઉપર એક જેનવિદ્યાશાળા સ્થાપવી અને તેની સાથે મહારાજશ્રીનું નામ જોડી દેવું. ” આવો નિર્ણય થતાં તે કાર્ય કાયમ નભવા માટે તેનો ખર્ચ વ્યાજથી ચાલે એવી એક રકમ એકત્ર કરવાની જરૂરીઆત જણાવ્યું અને તેને માટે સૌ પોતપોતાની ઇચ્છાથી જે રકમ આપે તે સ્વીકારવી એમ ઠર્યું. આ વખતે મહારાજશ્રી પ્રત્યેની લાગણી પ્રત્યક્ષપણે તરી આવી. માત્ર એક કલાકની અંદર પોતપોતાની ઈચ્છાપૂર્વક રકમ નોંધાતાં પાંચ હજાર રૂપીઆ થયા. એ સંબંધી વ્યવસ્થા કરવાનો કેટલે એક વિચાર કર્યા બાદ સંઘ વિસર્જન કરવામાં આવ્યું.
મહારાજશ્રીના શરીરે વ્યાધિ દિનપરદિન વધતે જાતે હતો. હાલમાં તે બીજા વ્યાધિઓ ઉપરાંત સજાના વ્યાધિઓ એટલું બધું જોર કર્યું હતું કે પિતાની મેળે ઉઠાતું પણ નહીં; સુવાનું તો બીલકુલ બંધ જ હતું. આમ છતાં પણ સમતામાં વૃદ્ધિ જ થતી હતી. ભાવનગરના સંઘ તરફથી ઔષધ ઉપચાર કરવામાં કોઈ પ્રકારની કચાશ રહેતી નહોતી. દેશ–પરદેશથી વૈદ્યને તેડાવ્યા, વ્યાધિ આગળ વધતું અટકવા માટે જે જે પ્રયત્ન કરવા ઘટે તે કર્યા, દ્રવ્યના સંબંધમાં પણ શ્રીસંઘે સારી રીતે ઉદારતા વાપરી, પંજાબથી આવેલ સુખદયાળ નામના વધે, વડેદરાથી આવેલા ચુનીલાલ વૈધે અને ભાવનગરના દરબારી ડાક્તર શિવનાથે પ્રયાસ કરવામાં ખામી રાખી નહીં પરંતુ વ્યાધિની પ્રબળતા અને કર્મ પરિણામ રાજાનું પ્રતિકૂળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com