________________
( ૯ ) જેના પુસ્તકાલય સ્થાપવામાં આવ્યું. એવા ઉત્તમ પુરૂષોની ખ્યાતિ તે એમના સત્કાર્યોવડે અમર રહેલી જ છે. આવા કાર્યો તો માત્ર તેમની ભક્તિની નિશાની બતાવનારા છે.
મહારાજશ્રીના વિયેગસમયે શ્રી જૈનધર્મપ્રકાશ પુ. ૯માના અંક ત્રીજામાં પ્રગટ કરેલ અષ્ટક અસરકારક હોવાથી અહીં દાખલ કર્યું છે. શ્રીમદ્ ગુરૂ વૃદ્ધિવિજયજી વિયેગાષ્ટક.
(મંદાક્રાંતા.) જે પંજાબે પ્રથમ પ્રગટ્યા જ્ઞાતિમાં ઓશવાળે, કૃષ્ણદેવી ધરમયશના પુત્ર જે ધર્મ પાળે; સબંધમાં ગુણધર કૃપારામ નામે વિકાસ, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? જેણે અષ્ટાદશ વરસમાં સર્વ સંસાર છોડી, સર્વે સંપત્ નિજ પરહરી બુદ્ધિ સન્માર્ગ જોડી સવૈરાગ્યે ગુરૂચરણમાં જે ધરી શીર્ષ ભાસે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? શાંતિધારી ગુણ ગુરૂતણા સર્વ જેમાં વસેલા, જેથી સર્વે દુર્ગુણ બધા દૂર જઈને ખસેલા, દેખી જેને કુમતિ જનની ક્રૂરતા દૂર નાસે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? કાંતિધારી મનહર મહા મૂર્તિ છે ભવ્ય જેની, નિત્યે શોભે હસિત વદને શાંતતા જ્યાં મજેની, વાણી કેરી અતિ મધુરતા જે સુધાને વિહારો, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com