________________
( ૧૫ )
- લખમણે મહારાજના ભાણેજ તેમની
લેવા જતાં માર્ગમાં હેમાભાઈ શેઠ મળ્યા. પ્રથમની કાંઈપણ પિછાન ન હોવાથી “કઈ સાધારણ મુનિ આવ્યા હશે ” એમ ધારી તેમણે વિશેષ પરિચય ન કર્યો, પરંતુ અજમેરવાળા ગજજરમલ્લ લૂણીઆ જેઓ મોટા શ્રીમંત ગૃહસ્થ હતા, તેમની દુકાન અમદાવાદમાં હતી. તે દુકાને તેમને ભાણેજ ચતરમલ્લ રહેતો હતો, તેની ઉપર ગજ્જરમધ્યે મહારાજના જ્ઞાનવૈરાગ્યાદિ ગુણની બહુ પ્રશંસા લખી હતી અને ગુજરાત તરફ વિહાર કર્યાના ખબર પણ લખ્યા હતા. એ વાત ચતરમલ્લે હેમાભાઈ શેઠને કરેલી, તે આગળ ચાલતાં ઉજમબાઈની ધર્મશાળાએ પહોંચ્યા એટલે યાદ આવી. શુભ આકૃતિ અને સમભાવાદિ ગુણ જે પિતાના જોવામાં આવેલા તે ઉપરથી “પોતે જોયેલ બે મુનિ તે જ હશે” એમ કલ્પના કરીને હેમાભાઈ શેઠે ત્યાં તેડી લાવવા માણસ મેકલ્યું. મહારાજજીને વિચાર પણ વાડીએ રહેવાનું છેટું પડવાથી શહેરમાં આવવાનું હતું તેથી તે માણસ સાથે ધર્મશાળાએ આવ્યા. તે વખતે મુનિ દાનવિમળાજી ત્યાં વ્યાખ્યાન વાંચતા હતા. શેઠે મહારાજજીને બધી હકીકત પૂછી. સહજની વાતચીત થતાં જ પરમ સંતોષ થયે. “ગુણીના ગુણ ગુણગ્રાહી જનોને આહ્લાદ ર્યા વિના રહેતા નથી.”
બીજે દિવસે હેમાભાઈ શેઠ મુનિ સભાગ્યવિજયજીના વ્યાખ્યાનમાં ડેલાને ઉપાશ્રયે નિત્યના રિવાજ મુજબ ગયા. તે પ્રસંગે ત્યાં “બે પંજાબી મુનિઓ અહીં આવ્યા છે અને બહુ ગુણી છે, જ્ઞાનવાન છે વિગેરે” વાત કરી તેથી મુનિ સૌભાગ્યવિજયજીએ બોલાવવા માણસ મેકવ્યું. મહારાજજી સહિત મુનિ વૃદ્ધિચંદજી ત્યાં ગયા. પં. સાભાગ્યવિજયજીએ સારે સત્કાર કર્યો. બધી હકીક્ત પૂછીને સંતોષ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com