________________
( ૨૩ ) હોવાથી તપગચ્છમાં કેઈપણ ગુરૂના નામને વાસક્ષેપ કરાવવાની મહારાજશ્રીની ઈચ્છા થઈ. તેવા વાસક્ષેપને માટે પ્રથમ દશવૈકાલિક સૂત્રના (માંડળીઆ) વેગ વહેવા પડે છે અને વેગ વહન કયો પછી જ વ્યાખ્યાન વાંચવાની અનુજ્ઞા મળે છે. આજ્ઞાનુયાયી શ્રાવકે અગીની પાસે વ્યાખ્યાન સાંભળતા નથી. આ વખતમાં પંન્યાસ સભાગ્યવિજયજી જ કેગ વહેવરાવતા હતા. શ્રીવિજયસિંહસૂરીશ્વરની અનુજ્ઞાથી શ્રી સત્યવિજયજીએ સંવેગમાર્ગ શરૂ કર્યો. તેની ઉત્તરોત્તર ચાલી આવતી પટ્ટપરપરામાં મુખ્ય પંન્યાસ સભાગ્યવિજયજી હતા. તેઓ ડેલાને ઉપાશ્રયે રહેતા હતા. પોતે બહુ શાસ્ત્રાભ્યાસ કર્યો નહોતો પરંતુ વડદીક્ષા વિગેરે રોગ-ઉપધાનાદિ કિયા તેઓ જ કરાવતા હતા. આધુનિક સમયની જેમ અહર્મિપણું વધી ગયું નહોતું.
મુનિરાજશ્રી બુટેરાયજીને વિચાર પંન્યાસ મણિવિજયજી, જેઓ ડેલાના ઉપાશ્રયની શાખા તરીકે લુહારની પિળના ઉપાશ્રયમાં રહેતા હતા તેઓને ભદ્રિકપ્રકૃતિવાન અને શાંતસ્વભાવાદિ ગુણયુક્ત જાણીને તેમના નામની દીક્ષા લેવાને હતે. તે વિચાર શેઠ હેમાભાઈ વિગેરેએ પસંદ કર્યો. પં. સાભાગ્યવિજ્યજી પાસે વેગ વહેવા શરૂ કર્યો. એગ પૂરા થયા એટલે વડી દીક્ષાને અવસરે મુનિ બુટેરાયજીનું નામ મુનિ બુદ્ધિવિજયજી અને પંન્યાસ મણિવિજયજીના શિષ્ય તથા મુનિ મૂળચંદજીનું નામ મુનિ મુકિતવિજયજી તથા મુનિ વૃદ્ધિચંદજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી તે બંને મુનિ બુદ્ધિવિજ્યજીના શિષ્ય એ પ્રમાણે ગુરૂ-શિષ્યપણાની અને નામની સ્થાપના અનેક સાધુ-સાધ્વી તથા શેઠ હેમાભાઈ વિગેરે ચતુર્વિધ સંઘનો સમક્ષ સંવત ૧૯૧૨ માં કરવામાં આવી. રહેવાનું સ્થાન ન ફેરવતાં ઉજમબાઈની ધર્મશાળાએ જ રાખવામાં આવ્યું. ત્યાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com