________________
( ૩૭ ) મહારાજશ્રીએ અનેક પ્રકારના શાસ્ત્રાધાર બતાવીને દ્રઢ કર્યો. ભાવનગરમાં શ્રાવકોને સમુદાય માટે હોવાથી ઘણું છોકરાઓ વિદ્યાભ્યાસ કરી શકે એવા લાગ્યા, જેથી તેના સાધન તરીકે એક જેનશાળા સ્થાપન કરવાની મહારાજશ્રીને જરૂર જણાયું. મહારાજશ્રીએ એ સંબંધમાં શ્રાવકવર્ગને ઉપદેશ કરી માસ્તરના પગારની સગવડ કરાવી આપી અને સંવત ૧૯૩૦ ના અશાડ શુદ ૪ થે જેનશાળાનું સ્થાપન કરાવ્યું. તેના માસ્તર તરીકે શ્રી પાલીતાણાના શ્રાવક રઘુ તેજાને ગોઠવ્યા. આ અધ્યાપકના પ્રયાસથી તેમજ મુનિવર્ગની અખંડ દેખરેખથી એક બે વર્ષમાં જૈન બાળકોની સાર સંખ્યા વિદ્યાભ્યાસમાં આગળ વધી. આ વર્ષનું ( સંવત ૧૯૩૦ નું ) ચેમાસું મહારાજશ્રીએ ભાવનગરમાં કર્યું. મહારાજશ્રીના ઉપદેશથી શ્રી સિદ્ધાચળજીની નવાણું યાત્રા કરવાની ઘણું શ્રાવકોની અભિલાષા થઈ, તેઓએ ચેમાસું ઉતરતાં જ પાલીતાણે જઈને તે અભિલાષા પૂર્ણ કરી.
પ્રારંભની હકીકત ઉપરથી વાંચનારાઓને રેશન થયેલું છે કે પંજાબ દેશમાં ઢુંઢીઆનું બહુ જ જોર હતું. તેમાં મુનિરાજશ્રી બુટેરાયજીના ઢંઢકપક્ષને તજીને નીકળી આવવાથી કાંઈક ખંડિતપણું થયું હતું. એટલું જ નહીં પણ મનુષ્યશરીરમાં જેમ ક્ષયરોગના બીજ રોપાયા હોય તે તે દિનપરદિન વૃદ્ધિ પામતા જાય છે તેમ તે વખતથી વિચારવંત ઢંઢકેના દિલમાં પણ કાંઇક શંકાએ ઘર કર્યું હતું. એવામાં એક બીજા મહાપુરૂષે તે શંકાને શાસ્ત્રાધારવડે જોતાં શંકા નહી પણ ખરી હકીક્ત જ છે એમ જાણ્યું અને બીજા ઘણુઓને જણાવ્યું. તે મહાપુરૂષ આખા હિંદુસ્તાનમાં પ્રસિદ્ધિ પામેલા મુનિરાજશ્રી આત્મારામજી છે, તેમણે પંજાબદેશમાં પિતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com