Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 53
________________ ( ૪૦ ) રહ્યું. બીજા ૧૫ મુનિઓને મુનિ આત્મારામજીના શિષ્ય તરીકે વાસક્ષેપ ો અને તેમના નામ પણ ફેરવવામાં આવ્યા. આ પ્રસંગ ઉપર જ પારદરવિગેરે તરફ વિહાર કરનાર એક યતિ અમદાવાદ આવ્યા. તેમને શ્રી અધ્યાત્મકપદ્રુમાદિ શાસ્ત્ર વાંચતાં શુદ્ધ માર્ગની ફિચ જાગૃત થઇ હતી, તેથી તેણે જતિપણું તજી દઈને તે જ દિવસે મુનિરાજ શ્રી ખુટેરાયજી પાસે વડીદીક્ષા ગ્રહણ કરી. તેમનુ નામ મુનિ ગભીરવિજયજી રાખવામાં આવ્યું અને મુનિરાજ શ્રી વૃદ્ધિચ ંદના શિષ્ય તરીકે શ્રી સંઘે વાસક્ષેપ કર્યો. આ વર્ષમાં રાજકેટ પોલીટીકલ એજન્ટ પાસે શત્રુજય તીર્થ સંબધી પાલીતાણા દરબારની સામે કેસ ચાલતા હતા, તેથી તેમાં રજુ કરવાના શાસ્ત્રીય પૂરાવા તૈયાર કરી આપવામાં, ચેાગ્ય સલાહ આપવામાં તેમજ કામ કરનારા આગેવાન શેઠીઆને હિંમત આપવામાં મુનિરાજ શ્રી વૃદ્ધિચંદજીએ સારૂ દિલ આપ્યું હતુ. ઘણું કરીને આ કાર્યને માટે જ આ વર્ષનું ( સંવત ૧૯૩૧નું) ચામાસુ અમદાવાદમાં કર્યું હતુ. શાંતિસાગરસબંધી ચર્ચા પણ આ ચામાસામાં વધારે ચાલી હતી, પરંતુ પરિણામે શાંતિસાગરના મત વૃદ્ધિ પામતા અટકયો અને તેનું બળ ક્ષીણ થયું. : સંવત ૧૯૩૨ માં અમદાવાદંથી વિહાર કરી આ તરફ આવતાં માર્ગ માં લાઠીદડ ગામે રોકાયા. ત્યાં માહ શુદ્ધિ ૧૩ શે દેરાસરજીમાં મૂળનાયકજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યાંથી વિહાર કરીને શ્રી વળા ગામે આવ્યા. આ શહેર પ્રથમ વૠભીપુર નામથી પ્રસિદ્ધ હતુ અને શ્રીદેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે ભગવત શ્રીમહાવીરસ્વાસીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે આ નગરમાં જ સિદ્ધાંતા પુસ્તકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96