________________
( ૫ )
આવવા લાગ્યા. માત્ર જૈન વ્યાકરણાદિના જ અભ્યાસ કરાવવાનું ઠરાવવામાં આવ્યું. અભ્યાસ નિપરદિન સારી રીતે થવા લાગ્યા. પાછળથી અભ્યાસ કરનાર તથા કરાવનારની અવ્યવસ્થિત સ્થિતિને લીધે કામ અવ્યવસ્થિત ચાલ્યુ, તે પણુ ખીજ રાપાયાં છે તેા હાલ ધીમું ધીમું પણ કામ ચાલે છે.
સંવત ૧૯૪૮ ના ભાદ્રપદ માસમાં મહારાજશ્રીને પૂર્વોક્ત વ્યાધિ ઉપરાંત છાતીના દુખાવાના વ્યાધિ શરૂ થયા. શરૂ થતાં જ તેણે જોર કર્યું. શ્રાવકા અને સાધુઓના દિલ એકદમ ગભરાયા. આવા મહાપુરૂષના દર્શનના કાયમને માટે વિરહ થવાની શંકા પડવા લાગી. આ પ્રસંગે મહારાજશ્રીના ભક્તિવાન શ્રાવકેાએ મહારાજશ્રીના ફોટોગ્રાફ્ પડાવવા માટે વિનંતિ કરી. પ્રથમ પણ આ વિષયમાં વાતચીત થયેલી હતી. મહારાજશ્રી તદ્દન નિરભિમાની હાવાથી એ વાતના સ્વીકાર કરતા નહાતા. એઓ કહેતા કે ‘· પૂર્વના મહાન પુરૂષા પાસે આપણે કાણ માત્ર ! આપણી છબી તરીકે કાયમ સ્થિતિ રહેવી જોઇએ એવા આપણામાં શું અપ્રતિમ ગુણા છે ? માણસે અભિમાનના આવેશને લીધે પેાતાને વિષે ગુણીપણાની સંભાવના કરે છે, પર ંતુ યથાર્થ ગુણની પ્રાપ્તિ બહુ દૂર છે. ' આવી અનેક વાતોથી ફાટાગ્રાફ પડાવવાના વિચાર અળસાવી દેતા હતા, પરંતુ આ વખત તો ભક્તિભાવવાળા શ્રાવકેાએ પ્રખળ ઇચ્છા જણાવી અને ફાટાગ્રાફના સાધના વગરકો તૈયાર કરી સામા ખડા કર્યો. મહારાજશ્રીએ આ વખતે દાક્ષિણ્યતા નહીં તજવાથી ફાટાગ્રાફ્ પડાવવાનુ સ્વીકાર્યું' અને તરત જ ફાટાગ્રા લેવામાં આવ્યેા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પેાતા તરફથી સામટી નક્લા તૈયાર કરાવી, જેથી તેમના ભક્તજના અત્યારે પણ તે સાહેબના દનના લાભ મેળવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com