________________
( ૫૮ ) ચિત જ મળી આવે છે. તો પણ એ સંબંધમાં ચીવટ રાખવામાં આવશે તો ધારણું પાર પડશે ખરી.”
ઉત્તમ પુરૂષની શુભ ઈચ્છાને પાર પડતાં વિલંબ લાગતો નથી. અહીં મહારાજશ્રીને ઈચ્છા થઈ એટલે જાણે દેવે પ્રેરણા કરીને જ મોકલ્યા હાય નહીં એમ મુર્શિદાબાદનિવાસી બાબુસાહેબ બુદ્ધસિંહજી તે વખતમાં મહારાજશ્રીને વાંચવા માટે ભાવનગર આવ્યા. મુનિ દાનવિજયજીએ પ્રસંગ કાઢીને પૂર્વોક્ત ઉપદેશ કર્યો. તેની અસર થવા લાગી, એટલે મહારાજશ્રીએ તેની ઉપર પોતાની વાણીવડે ઉપદેશામૃત સીંચ્યું. બાબુસાહેબ કબુલ થયા કે “આપ ફરમાવે તે કાર્યમાં કહે તેટલો ખર્ચ કરવા તૈયાર છું. દ્રવ્ય તે પરિણામે મારૂં નથી, જેટલું મારે હાથે શુભ નિમિત્તમાં ખરચાશે એટલું જ મારૂં છે.” છેવટે એમ નિર્ણય છે કે ત્રણ વર્ષ સુધી દરમાસે રૂ. ૧૦૦) બાબુસાહેબ આપે. રૂ. ૧૫) વેરા જસરાજ સુરચંદ આપે અને રૂ. ૧૫) શા આણંદજી પુરૂષોત્તમ આપે. એકંદર રૂ. ૧૩૦) ના માસિક આવકના પ્રમાણમાં ખર્ચ રાખીને શ્રી પાલીતાણામાં જૈન સંસ્કૃત પાઠશાળાનું સ્થાપન કરવું. બાબુસાહેબ આ વાતને નિર્ણયકારક ઠરાવ થયા પછી સ્વદેશ તરફ રવાને થઈ ગયા.
ખર્ચ કરવાને માટે આવકને તે નિર્ણય થયે એટલે શાસ્ત્રીની તજવીજ શરૂ કરવામાં આવી. થોડા વખતમાં કેકદેશીય શાસ્ત્રી દીનકરરાવને રાખવાનું નક્કી થયું. મુનિ દાનવિજયજી, મહારાજજીની આજ્ઞા લઈને પાલીતાણે પધાર્યા અને સંવત ૧૪૮ ના ભાદ્રપદ શુદિ ૬ કે બહુ ધામધુમ સાથે શ્રી પાલીતાણામાં મુનિ દાનવિજયજીની દેખરેખ નીચે જૈન સંસ્કૃત પાઠશાળાનું સ્થાપન કરવામાં આવ્યું. સાધુઓ તથા શ્રાવકોએ અભ્યાસ શરૂ કર્યો. ચાતુર્માસ ઉતર્યો બહારગામથી પણ મુનિઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com