________________
( ૧૬ )
મહારાજશ્રીએ તેમની ઔષધ તથા પથ્યાદિવડે સારી રીતે સંભાળ લીધી જેથી તેમની પ્રકૃતિ સુધરતી ચાલી. વ્યાધિ વિગેરે પ્રસગે શિષ્યાની સારસભાળ લેવાની મહારાજશ્રી એટલી અધી ચીવટ ધરાવતા કે કાઇ શિષ્યનું મન કર્દિ પણ ખેદ પામતું નહી; ઉલટું ચારિત્રધર્મ માં દૃઢ થતું. અન્યગચ્છી કોઈ ગ્લાન સાધુ આવેલા હાય તા તેની સારસંભાળ લેવામાં પણ મહારાજશ્રી કચાશ રાખતા નહીં. આ ગુણ તેમનામાં અહુ જ પ્રશસનીય હતા.
મુનિ દાનવિજયજીને આરામ થવાથી એક દિવસ તેમણે મહારાજશ્રીને નિવેદન કર્યું કે- આધુનિક સમયમાં મુનિએ વિદ્યાભ્યાસ બહુ જ એ કરે છે. પૂર્વાચાર્યાએ પૂર્ણ પ્રયાસ કરીને રચેલા વ્યાકરણ, કાવ્ય, કેષ, અલંકાર અને ન્યાય વિગેરૈના જૈન ગ્રંથા જ્યાં ત્યાં ખાંધ્યા પડયા છે, કેાઈ પણ શ્રાવક તેના લાભ લેતા નથી. શાસ્ત્રીઓના પગારના ખર્ચ જુદા જુદા ગામે ચાર્તુમાસમાં શાસ્ત્રીઓ રાખીને પુષ્કળ કરે છે, પરંતુ તેથી સંગીન લાભ થતા નથી; કારણ કે ચાતુમાસ પૂરું થાય છે કે પાછા શાસ્ત્રીને રજા આપે છે અને પોતે વિહાર કરી જાય છે, જેથી ચાર મહિનામાં કરેલા અભ્યાસ થોડા વખતમાં વિસ્તૃત થઈ જાય છે. માટે એવી પાકે પાયે ગાઢવણુ થવી જોઈએ કે જેથી બુદ્ધિશાળી મુનિઓ અવિચ્છિન્નપણે અભ્યાસ કરે અને તેનું સંગીન ફળ પ્રાપ્ત થાય. મારા વિચાર પ્રમાણે શ્રી સિદ્ધાચળજી તીર્થની તળેટીમાં પાલીતાણા શહેરમાં એક જૈન સંસ્કૃત પાઠશાળા સ્થાપવામાં આવે અને એક વિદ્વાન શાસ્ત્રી મોટા પગારથી રાખવામાં આવે તે તેથી ઘણેા લાભ થાય, કારણકે પાલીતાણા મધ્યબિંદુ જેવું શહેર છે. યાત્રાનિમિત્તે દરેક મુનિરાજને ત્યાં આવવાના સભવ છે અને યાત્રાળુ સારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com