Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 68
________________ ( ૧૫ ) મણાને મહોત્સવ ઉત્તમ પ્રકારે કરવામાં આવ્યું. તે પ્રસંગે સમવસરણની રચના એક સુશોભિત મંડપના મધ્યમાં કરવામાં આવી હતી. છોડ તેના પિતાના તથા બીજાઓના મળીને ૯૫ થયા હતા. દેશાવરથી માણસે પણ ઠીક આવ્યું હતું. દ્રવ્ય વ્યય સારી રીતે થયો હતે. - ૬ દાદાસાહેબની વાડીમાં એક સુશોભિત, યાત્રાસ્થાનસદશ જિનાલય બંધાય તે ઠીક એવી મહારાજજીની અભિલાષા હતી, તેને અનુસરીને શ્રાવણ વદિ ૬ કે ત્યાં એક દેરાસરજી બાંધવા માટે સંઘ તરફથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બાબતને આદેશ વેરા જસરાજ સુરચંદ તથા ઝવેરચંદ સુરચંદને આપવામાં આવ્યો હતો. તે પ્રસંગે ખાતની અંદર સંઘ તરફથી પુષ્કળ દ્રવ્ય નાખવામાં આવ્યું. | મુનિ ગંભીરવિજયજી તથા મુનિ વિનયવિજયજી શ્રી ભગવતીજીના પેગ વહેવા અમદાવાદ ગયા હતા, તેમને સંવત ૧૯૪૭ ના જેઠ વદિ ૧ મે શ્રી વીસનગરમાં પંન્યાસ પદવી આપવામાં આવી એવા ખબર મળ્યા. એ જ વર્ષમાં ભાદ્રપદ માસમાં મુનિરાજશ્રી નિત્યવિજયજી શ્રી ખંભાતમાં કાળધર્મ પામ્યા. આ ખબર સાંભળી મહારાજશ્રી બહું દિલગીર થયા, કારણ કે એઓ પણ એક પ્રતાપી ગુરૂભાઈ હતા. ઉપદેશામૃતવડે અનેક જીને પાવન કરવાની શક્તિ ધરાવનારા હતા. એમને નિર્વાણમહોત્સવ ખંભાતના સંઘે બહુ સારી રીતે કર્યો. ગણિજીના શિષ્ય મુનિ દાનવિજયજી જેઓ વ્યાકરણ તથા ન્યાયાદિ શાસ્ત્રમાં બહુ પ્રવીણ હતા, એઓને શરીરે વ્યાધિ ઉત્પન્ન થવાથી તેઓ સંવત ૧૯૪૬ માં ભાવનગર આવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96