________________
( ૬ ) ફેટેગ્રાફની યાદગીરી કરતાં વિશેષ યાદગીરી રહે એવું જું કાર્ય ત્યારપછી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના કાર્યકર્તાએના લક્ષમાં આવ્યું. તે કાર્ય મહારાજશ્રીનું જન્મચરિત્ર લખી કાઢીને છપાવી બહાર પાડવું તે હતું, પરંતુ આ કાર્ય બહુ મુશ્કેલ હતું; કેમકે અદ્યાપિ સુધી કાંઈ લેખ એ સંબંધમાં લખાયેલ નહતો. એટલે જન્મસમયથી માંડીને સર્વ હકીક્ત ખુદ મહારાજશ્રીને પૂછીને જ જાણવાની જરૂર રહી. મહારાજશ્રીને પૂછવામાં મુખ્ય બે અડચણે હતી. એક તો મહારાજશ્રીની વાત કરવાની શક્તિ ઓછી થઈ હતી–વધારે બોલી શક્તા નહતા અને બીજું મહારાજશ્રીને વિચાર એ સંબંધમાં પોતાનું ચરિત્ર બહાર પાડવાની જરૂર નથી એ હતો. પ્રારંભમાં સહજ સ્વભાવે માત્ર જાણવાની જિજ્ઞાસા દર્શાવીને વ્યતીત હકીકત ધીમે ધીમે પૂછવા માંડી, પરંતુ વધારે દિવસ એમ ચાલવાથી પૂછવાનો આશય મહારાજના સમાજવામાં આવી ગયે, એટલે વધારે વાત કરવાની ઈચ્છા મેળી પડી. તે સાથે શરીરશતિ પણ વ્યાધિની પ્રબળતાથી મંદ પડવા લાગી, તેથી આ ચરિત્રમાં હકીકત સંબંધી જે કાંઈ અપૂર્ણતા જણાય તેનું મૂળ કારણ ઉપર કહ્યું તે સમજવું. કેટલાએક મનુષ્ય દરેક પ્રકારે પોતાની ખ્યાતિ થાય એમ ઈચ્છે છે અને તેને માટે અતિશયોક્તિ ભરેલાં ચરિત્રો પણ લખાવે છે, પરંતુ મહારાજશ્રીની નિરભિમાન વૃત્તિ તે કઈ અપૂર્વ હતી, જેને કેટલાએક ચિતાર ઉપર કહેલા બંને કારણથી સમજી શકાશે.
મહારાજશ્રીનું શરીર જેમ જેમ નરમ થતું ચાલ્યું તેમ તેમ ઉપગની જાગૃતિ વધતી ચાલી. મૂળથી અનુભવજ્ઞાન મેળવવા ઉપર અને અધ્યાત્મ સ્વરૂપની વિચારણા ઉપર લક્ષ વધારે હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com