________________
( ૫૪ )
સાગરજીએ પણ કાંઈક ખટપટ કરી જેથી કેટલાએક મુનિએ મહારાજજીથી વિમુખ થઇ જુદા પડ્યા. આ કારણથી મહારાજશ્રીના દિલમાં બહુ ખેદ થયા અને મન ઉદાસ રહેવા લાગ્યું. એ સમાચાર સાંભળીને શ્રી અમદાવાદથી ત્યાંના આગેવાન શ્રાવકા મહારાજજીને તેડી જવા ભાવનગર આવ્યા. મહારાજજી ચાલી શકે એમ ન હેાવાથી સાથે મ્યાના લેતા આવ્યા. મહારાજજીને અનેક પ્રકારે વિનતિ કરી, પરંતુ મહારાજજીનુ દિલ કઇ રીતે મ્યાનામાં બેસીને અમદાવાદ જવાનું થયું નહીં. છેવટ આઠ દિવસ રોકાઇને આવેલા શ્રાવકા પાછા અમ
દાવાદ ગયા.
સંવત ૧૯૪૬ માં મહારાજજીના ઉપદેશથી ઘણા શુભ કાર્યો થયા, જેમાં ભાવનગરના સંઘે દ્રવ્યને વ્યય પણ પુષ્કળ કર્યાં. ૧ કાર્તિક માસમાં પાવાપુરીની રચનાના ઉત્સવ થયા.
૨ માગશર માસમાં અને વૈશાખ માસમાં ત્રણુ દીક્ષામહાત્સવ થયા જેમાં ત્રણ શ્રાવકાએ દીક્ષા ગ્રહણ કરી.
૩ શ્રાવણ વદ એકમે શ્રી ગાડીપાર્શ્વનાથજીના દેરાની પાછળ બંધાવેલા નવા દેરાસરજીમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. મૂળનાયકજી તરીકે શ્રી શ્રેયાંસનાથજીને બિરાજમાન કર્યો. આ પ્રસંગે મહેાત્સવ બહુ શ્રેષ્ઠ થયા અને દેરાસરજીમાં ઉપજ પણ સારી થઈ.
૪ કાર્તિક માસમાં રાગેાપદ્રવ શાંતિનિમિત્તે શાંતિસ્નાત્ર અને શ્રાવણ માસમાં પ્રતિષ્ઠાના મહેાત્સવ ઉપર અષ્ટોત્તરીસ્નાત્ર ભણાવવામાં આવ્યું.
૫ આશ્વિન માસમાં શા. આણંદજી પુરૂશાત્તમ તરફથી ઉજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com