________________
( ૪૧ ) રૂઢ કર્યા હતા. ત્યારપછી વલ્લભીપુર કંઈ પણ કારણસર નાશ પામ્યું અને તેની નજીકમાં વળા શહેર વસ્યું. અહીંની ભૂમિ પૂર્વોક્ત કારણથી પવિત્ર ભાસવાને લીધે મહારાજશ્રી કેટલાએક દિવસ ત્યાં રહ્યા. એ અરસામાં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણની યાદગીરી કઈ પણ રીતે અહીં કાયમ રહે તે ઠીક એમ મનમાં આવ્યું, પરંતુ ચોગ્ય અવસર ઉપર તે વાત મુલ્લવી રાખવામાં આવી.
વળાથી ભાવનગર આવ્યા અને ત્યાંથી પાલીતાણે જઈને સંવત ૧૯૩૨ નું ચોમાસું ત્યાં કર્યું. એ પ્રસંગે જેને બાળકને વિદ્યાભ્યાસ થઈ શકવા માટે આ તીર્થસ્થાનકે એક જૈનશાળા
સ્થાપિત કરવાની જરૂર જણા તેથી શેઠ દલપતભાઈદ્વારા શ્રી મુર્શિદાબાદ બાબુસાહેબ બુદ્ધસિંહજીને લખાવ્યું. તેમણે ખર્ચ આપે કબુલ કર્યો એટલે તે વર્ષમાં જેનશાળાનું સ્થાપન કરવામાં આવ્યું. * સંવત ૧૯૩૩ માં પાલીતાણાથી વિહાર કરી ભાવનગર પધાર્યા, અને સંવત ૧૯૩૩-૩૪-૩૫ ના ત્રણે માસાં ભાવનરમાં કર્યો. મહારાજજીએ અનેક શાસ્ત્રો વાંચીને સવિશેષ જ્ઞાન સંપાદન કર્યું હતું અને અનુભવજ્ઞાન મેળવવા ઉપર દિનપરદિન રૂચિ વધતી જતી હતી. શુધ અધ્યાત્મનું સ્વરૂપ પિતે સમજ્યા હતા અને નિરંતર અધ્યાત્મસ્વરૂપના ચિંતવનમાં જ લીન રહેતા હતા, તો પણ શુધ્ધ વ્યવહારની પુષ્ટિ કરવા સાથે ક્રિયાકલાપમાં અહર્નિશ સાવધાન રહેતા હતા. તેમને ઉપદેશ ચલિત મનવાળાને પણ ધર્મમાં સ્થિર કરવાની શક્તિ ધરાવતે હતું. તેમના ઉપદેશથી કોઈ પણ પ્રાણીને વૈરાગ્યદશા આવ્યા વિના રહેતી નહીં, એ અમેઘ ઉપદેશ તેમને હતું. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com