Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 64
________________ . (૫૧). થઈ. પ્રથમ વંદન સમાપ્ત થયું એટલે મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી આસન પર સ્થિત થયા, તે વખતે બાકીના સર્વે મુનિઓ તેમને વંદન કરવાને ઉપસ્થિત થયા. આ વંદનને સમયે સર્વ મુનિઓના મસ્તક ઉપર અને હસ્ત ઉપર પોતાના હસ્તકમળવડે સુકોમળ સ્પર્શ કરતી વખતે દરેક મુનિઓના દિલ બહુ જ વિસ્વર થતા હતા. આ પ્રમાણે ઉત્તરોત્તર વંદનક્રિયા સમાપ્ત થયા પછી ભાવનગરના સંઘે કરેલી સામૈયાની અપૂર્વ શેભા અને ગોઠવણને જોતાં જોતાં શ્રાવકસમુદાયની સાથે ગણિજીએ શહેરમાં પ્રવેશ કર્યો. સંઘે શહેરની બહાર ડેરા તંબુ નાંખીને પડાવ કર્યો, પરંતુ બંને ગુરૂભાઈ બહુ દિવસે મળેલા હોવાથી પરસ્પર વાર્તાલાપ કરવાની ઉત્કંઠા પૂરી કરવા સારૂ ગણિજી, મુનિવર્ગ સહિત મહારાજશ્રીની સાથે શહેરમાં મારવાડીના વંડાને નામે ઓળખાતા ઉપાશ્રયમાં ઉતર્યા. બે દિવસ સંઘ ભાવનગર રહ્યો ત્યાં સુધી ગણિજીએ પણ ભાવનગરમાં રહી અનેક બાબતોના ખુલાસા એકાંતમાં બેસીને પરસ્પર કર્યા. સંઘે મુકામ ઉપાડ્યો ત્યારે સંધની સાથે ગણિ શ્રી મૂળચંદજી પણ પરિવારસહિત ચાલ્યા. મહારાજશ્રીને સાથે જવા માટે ઉત્કંઠા થતી હતી પરંતુ શક્તિને અભાવે જઈ શકયા નહીં. ગણિજીએ સંઘસહિત તીર્થાધિરાજને ભેટી પોતાના સમુદાય સાથે સંવત ૧૯૪૪નું ચોમાસું પાલીતાણે કર્યું. સંઘ અમદાવાદ ગયા. સંવત ૧૯૪૪ ના ચેમાસામાં પાલીતાણે ગણિજીના શિષ્ય મુનિ દેવવિજયજી, જેઓ વાદવિવાદમાં બહુ વિચક્ષણ હતા અને બુદ્ધિ તીક્ષણ હોવાથી શાસ્ત્રાભ્યાસ પણ સારે કર્યો હતે તેઓ આ માસમાં કાળધર્મ પામ્યા. એઓ પ્રતાપી નીવડે એવા હતા તેથી તેમના પંચત્વના સમાચાર સાંભળીને મહારાજશ્રી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96