Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 62
________________ ( ૪ ) એઓ બહુ ઉદ્યમી તેમજ અપ્રમાદી હતા અને આ વિષય તેમના મનમાં રમી રહેલે હતે. આ ખંડન ભાવનગર આવ્યા બાદ તેમાં કેટલાક વધારે કરવાની આવશ્યકતા જણાવાથી - હારાજશ્રીની પાસે ઢેઢકની સમતિસારની બુક સાવંત વાંચીને તેનું અક્ષરશ: ખંડન પૂર્વોક્ત ખંડનને આધાર લઈને ગુજરાતી ભાષામાં ફરીને સભા તરફથી તૈયાર કરવામાં આવ્યું. ત્યારબાદ તે ખંડન મુનિરાજશ્રી આત્મારામજીને દષ્ટિગોચર કરવા માટે સભાના આગેવાનો અમદાવાદ ગયા અને મહારાજશ્રી આત્મારામજીએ સાદ્યત સાંભળીને પાસ કર્યા બાદ શ્રીજૈનધર્મપ્રસારક સભા તરફથી સંવત ૧૯૪૦ માં છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યું. એ બુકનું નામ “સમક્તિ શલ્યાદ્ધાર” રાખવામાં આવ્યું. ત્યારબાદ મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજીની સમ્મતિ લઈને સંવત ૧૪૧ ના ચૈત્ર માસથી “શ્રી જૈનધર્મપ્રકાશ” નામનું એક માસિક ચોપાનીયું સદરહ સભા તરફથી બહાર પાડવામાં આવ્યું, જે અદ્યાપિ પર્યત નિર્વિધનપણે બહાર પડ્યા કરે છે. સંવત ૧લ્હ૮ માં મહારાજશ્રી ભાવનગર પધાર્યા ત્યારથી સંવત ૧૯૪૪ સુધીમાં ઘણા જૈન ભાઈએ મહારાજશ્રીના ઉપદેશથી વૈરાગ્યદશા પામ્યા અને તેમના ઉપરાઉપર દીક્ષા મહે સો થયા, અઠ્ઠાઈ મહત્સવ પણ ઘણા થયા અને બીજા શુભ કાર્ય પણ ભાવનગરના સંઘ તરફથી વિશેષ થયા. તે સઘળાનું વર્ણન ચેકસ તિથિ વિગેરેની નેંધ ન હોવાથી અપૂર્ણ સ્થિતિમાં અમે અત્રે પ્રગટ કરેલું નથી. તેમજ સંવત ૧૯૩૮ ની અગાઉ પણ મહારાજશ્રીના નામથી દીક્ષા બીજે સ્થાનકે અપાયેલી છે અને મહારાજશ્રીએ દીક્ષા આપી તેમને વડી દીક્ષા બીજા મુનિરાજના નામની અપાયેલી છે, તે સર્વેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96