________________
( ૮ ) ચાર ઉપધાનની પ્રારંભના સુખશાંતિએ સંપૂર્ણ થઈ મહાકિયા. એટલે તેની પૂર્ણાહુતિના સમય ઉપર માળ પહેરવાની ક્રિયા કરવામાં આવે છે તે પ્રસંગે એક મહાન ઉત્સવ કરવાને સંઘને વિચાર થયો. મેટા પાયા ઉપર ટીપ કરવામાં આવી. સમવસરણની રચના કરવાનો નિર્ણય થયે. વિશાળ મંડપની રચના કરવામાં આવી. મધ્ય ભાગે સમવસરણ રચ્યું. આ મંડપની શોભા એવી રમણિક અને મનહર થઈ હતી કે ભાવનગર શહેર વસ્યા પછી કોઈપણ વખતે તેવી શભા થઈ નહોતી, એમ જોનારાઓ કહેતા હતા. બહારગામ કંકોત્તરીઓ લખવામાં આવેલી હોવાથી પુષ્કળ માણસો એકઠું થયું. દરરોજ વૃદ્ધિ પામતી ભાવાળા વરઘોડાઓ ચડાવવામાં આવ્યા. જેનારાઓના સ્મરણમાંથી ખસે નહીં એવો અપૂર્વ મહોત્સવ થયે. દેરાસરજીમાં ઉપજ પણ પુષ્કળ થઈ. આ મહત્સવનો પ્રારંભ ફાગણ શુદિ ૧૧ શે અને પૂર્ણતા ચિત્રવદિ એકમે થઈ હતી. શ્રાવકભાઈઓએ દ્રવ્યની મૂચ્છ પણ સારી ઉતારી હતી. ઉપધાન વહેનારના દિલ પણ આવા મંડપમાં સમવસરણસમક્ષ માળ પહેરવાનું બનવાથી બહુ પ્રફુલ્લિત થયા હતા. આ રચનાને પ્રસંગે પુષ્કળ શ્રાવક-શ્રાવિકાઓ વીશસ્થાનક તપ, પંચમી તપ અને ચતુર્થવ્રત વિગેરે સમવસરણની સાક્ષીએ ઉશ્ચય હતા.
સંવત ૧૯૩૯ માં ટુંકમતિ જેઠમલજીએ બનાવેલ સમક્તિસાર નામને ભાષામય ગ્રંથ તેના ભક્તાએ ચેપડીના આકારે બહાર પાડ્યો. તે દષ્ટિએ પડતાં તેમાં દાખલ કરેલી કુયુક્તિઓ અનેક ભવ્ય જીના હદયમાં શંકા ઉત્પન્ન કરશે એમ લાગવાથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ એનું ખંડન લખવાની મુનિરાજ શ્રી આત્મારામજીને વિનતિ કરી. તેમણે તરતજ હિંદુસ્તાની ભાષામાં તેનું ખંડન લખી મે કહ્યું, કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com