________________
સાહેબના વચ્ચે પડવાથી ઠરાવવામાં આવ્યું. આ ઠરાવ ૪૦ વર્ષને માટે કરવામાં આવ્યો છે.
મહારાજ શ્રી એવા દીર્ધદષ્ટિવાન અને ગંભીર હતા કે તેમણે નિર્ણય કરેલો વિચાર બહુધા ફેરવો પડતો નહતો. એમની ઉત્તમ સલાહને અનુસરીને ભાવનગરના સંઘે શ્રી સિદ્ધાચળ તીર્થના સંબંધના તેમજ બીજા પણ કેટલાએક કાર્યો કર્યા છે કે જેમાં કેઈપણ વખતે તેમને નાસીપાસ થવું પડ્યું નથી. મહારાજશ્રી એ મહાતીર્થના સંબંધના ખબર મેળવ્યા કરતા હતા અને રાજ્ય તરફથી, નેકરે તરફથી અને બીજા તરફથી થતી અડચણે દૂર કરાવવા ભાવનગરના સંઘને પ્રેર્યા કરતા હતા. તે સાથે તેમની દ્વારા અમદાવાદ અને મુંબઈના સંઘને પણ જાગૃત શખ્યા કરતા હતા.
અમદાવાદથી ભાવનગર આવ્યા બાદ ભાવનગરના સંઘના આગેવાનોના દિલમાં બહુ વરસથી ભાવનગરમાં ઉપધાન વહેવાનું થયેલ ન હોવાથી તે કાર્યનો આરંભ કરવાની ઇચ્છા થઈ એટલે મહારાજશ્રીને વિનતિ કરીને એ કાર્યની શરૂઆત કરાવી. ઘણું શ્રાવક–ઉશ્રાવિકાઓ તે ક્રિયામાં દાખલ થયા. મુનિને સૂત્રો ભણવા માટે જેમ વેગ વહન કરવાની તીર્થકરની આજ્ઞા છે, તેમજ શ્રાવકેને દેવવંદનાદિ ક્રિયાના સૂત્રો ભણવા માટે ઉપધાન વહેવાની આજ્ઞા કરેલી છે. શ્રાવકને છ ઉપધાન (નવકાર, ઈરિયાવહી, પુખરવરદી, સિદ્ધાણં બુદ્ધાયું, નમુથુનું ને લેગસ એ છ સૂત્રોના) વહેવા પડે છે. ઉપધાનની ક્રિયા બહુ કઠણ છે. ગૃહવાસ છેડીને નિરતર (ઠરાવેલા દિવસે પર્યત) આઠે પહોર ઉપાશ્રયમાં રહેવું પડે છે. ઘણું કરીને એકાંતરે ઉપવાસ કરીને એકાસણું (નવી) કરવું પડે છે. કવચિત્ આંબેલ પણ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com