________________
( ૩૯ ) પૂર્ણ થયા પછી હુંશીયારપુરથી ૧૬ સાધુ સાથે આ દેશ તરફ વિહાર કર્યો. માર્ગમાં સૈએ મુહપત્તિ તોડીને ઢંઢકવેશ તજી દીધો. અનુક્રમે અમદાવાદ આવ્યા. શેઠ દલપતભાઈના વંડામાં ઉતર્યા. આ વખતમાં અમદાવાદમાં મુનિ શાંતિસાગરે કેટલીક શાસ્ત્રવિરૂદ્ધ એકાંત પ્રરૂપણ કરવા માંડી હતી અને તેમાં ઘણું શ્રાવકે ફસાયા હતા. મુનિ આત્મારામજીએ તેની સાથે ચર્ચા કરીને તેને નિરૂત્તર કર્યા. અમદાવાદને સંઘ તેમનું જ્ઞાન અને વાદવિવાદની કુશળતા જોઈને બહુ ખુશી થ.
આ વખતે મુખ્ય કાર્ય તે તપગચ્છમાં જે કોઈ શુદ્ધ આચારવિચારવાળા મુનિ હોય તેમની પાસે વડી દીક્ષા લઈને તેનું ગુરૂપણું મસ્તકે ધરાવવું એ હતું, પરંતુ એ વાત વધારે પરીક્ષા કરવા ઉપર તેમજ અનુભવ મેળવવા ઉપર રાખીને અમદાવાદથી શ્રી સિદ્ધાચળજી મહાતીર્થને ભેટવા ચાલ્યા. શ્રી સિદ્ધાચળજીને ભેટતાં તેઓને બહુ જ આહ્લાદ થયે. ત્યાંથી ભાવનગર થઈ પાછા અમદાવાદ આવ્યા. આ વખતે મુનિરાજ શ્રી બુટેરાયજીના હસ્તથી વાસક્ષેપ લઈ તેમના શિષ્ય થવાને. વિચાર નિર્ણય ઉપર આવ્યું હતું. ઘણા મુનિઓને સાથે વડી દીક્ષા આપવાના આ મેટા મહોત્સવ ઉપર અન્ય સ્થળેથી પણ કેટલાક મુનિઓ અમદાવાદ આવ્યા, તેમજ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદજી પણ ભાવનગરથી વિહાર કરી અમદાવાદ પધાયા.
સંવત ૧૯૩૧ માં શુભ મુહૂર્ત શ્રી સંઘે કરેલા મહોત્સવપૂર્વક મુનિ આત્મારામજીએ મુનિરાજશ્રી બુટેરાયજી પાસે વડીદીક્ષા ગ્રહણ કરી. આ વખતે તેમનું મૂળ નામ ફેરવીને મુનિ આનંદવિજયજી રાખવામાં આવ્યું, પરંતુ પ્રથમના નામની ખ્યાતિ બહુ થઈ ગયેલી હોવાથી વ્યવહારમાં તો મૂળ નામ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com