________________
વાળા હતા. એક સ્થાનકે સ્થિર રહેતા નહી, જેથી ઘણા ક્ષેત્ર જળવાતા અને ઉપકાર પણ બહુ થતું. હાલના સમયમાં અમદાવાદ કે પાલીતાણ જેવા ક્ષેત્રમાં મુનિવર્ગ મટી સંખ્યામાં રહે છે જેથી ઉપકાર બહુ ઓછો થાય છે, કેની રૂચિ ઘટે છે અને ગૃહસ્થને પ્રતિબંધ થાય છે, તેમ તે વખતે થતું નહોતું. આ વાત હાલમાં સાધુસમુદાયની આગેવાની ધરાવનાર મુનિરાજે લક્ષમાં રાખવા જેવી છે. વિહાર કરવામાં આવી સુગમતા છતાં શા માટે પ્રમાદ કરવામાં આવે છે તે સમજી શકાતું નથી. વિહાર કરવાની મુશ્કેલીના વખતમાં પણ જેમણે ઉપકારબુદ્ધિવડે કષ્ટ વેઠી વિહાર કર્યો છે તેમને દાખલો લ્યો અને તમે પણ ઉપકાર કરવા સાથે આત્મહિતનો પ્રયત્ન કરે એવી આધુનિક મુનિરાજ પ્રત્યે અમારી સવિનય પ્રાર્થના છે.
ઉત્તમપદની પ્રાપ્તિ માટે કષ્ટ વેઠવાની આવશ્યક્તા જ જણાય છે. દુધ પણ તાપ સહન કરે છે તે જ તેને માવો થાય છે, દહીં પણ મથન સહન કરે છે તે જ તેમાંથી માખણ નીકળે છે અને માખણ પણ અગ્નિની વ્યથા સહે છે તે જ તેનું ધૃત થાય છે, માટે કષ્ટ વેચાવિના મહત્ત્વતાની કદાપિ પ્રાપ્તિ થતી નથી એમ જણાય છે. પૂર્વે પણ અનેક મહાત્માઓ દેહનું, ઇંદ્રિયેનું તેમજ મનનું દમન કરીને મોક્ષસુખને ભજનારા થયા છે, તે તેમનું અનુકરણ આધુનિક મુનિઓએ પણ કરવું જોઈએ. આ ચરિત્રના અધ્યક્ષ મુનિરાજશ્રી વૃદ્ધિચંદજીના સત્કાર્યોનું અનુકરણ કરશે તો તેથી પણ સ્વહિત સાથે ઘણું પરહિત થઈ શકશે. | મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી સંવત ૧૯૦ માં પાલીતાણાથી વિહાર કરી ભાવનગર પધાર્યા. આ સમયમાં ભાવનગરમાં કેટલાએક શ્રાવકોની રૂચિ ક્રિયામાર્ગ પરથી ઉઠી ગઈ હતી, તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com