________________
( ૩૪ ) ભય તજી દેનારને આચાર્ય તરીકે માનવા, તેઓની પધરામણું કરવી, દ્રવ્યાદિકના લેભમાં નાખવા, વ્યાદિવડે પૂજા કરવી, કંકુવડે પગલા પડાવવા, ભ્રષ્ટાચારી છતાં તેમના કરી આપેલા દેરાધાગાથી વાંચ્છિત થવાની નિષ્ફળ આશાઓ બાંધવી, સ્ત્રીવર્ગને તેમની પાસે જવા આવવાની છુટ આપવી–આ બધી નરી મૂર્ખતા જ છે. ! પૂર્વે કઈ કઈ જતિઓ તેમજ શ્રીપૂ કાંઈક પરિગ્રહની મૂછવાળા તે હતા પણ ધર્મના રાગી હતા, સચિત્તના ત્યાગી હતા, સ્ત્રીસંસર્ગથી અલગ રહેતા, ધર્મસંબંધી કાર્યપ્રસંગે શૂરા હતા, રાજાઓને પણ રીઝવે એવા હતા, ધર્મની ઉન્નતિ કરનારા હતા, પિતાની ભૂલ પિતે સમજતા, શુદ્ધ માગે ચાલનારની પ્રશંસા કરતા, શુદ્ધ માર્ગના ઈચ્છક હતા, વિદ્યાભ્યાસમાં પ્રયાસ કરતા, વાદવિવાદમાં જીત મેળવતા અને ખાટો ડેાળ ધરાવતા નહોતા. આ વાત હાલના જતિઓ અને શ્રીપૂજ્યમાં બીલકુલ દષ્ટિએ પડતી નથી, તે કદિ સમગ્ર સમુદાયના ઐકયબળ શિવાય તેનું સર્વથા નિવારણ તે થઈ ન શકે પણ તેઓની ઉપેક્ષા તે કરવી જ જોઈએ, ભક્તિ કરવાથી દૂર રહેવું જોઈએ અને તેઓને ઉન્માગ થવામાં પુષ્ટિ ન મળે એમ કરવું જોઈએ. આ બધી હકીક્ત મહારાજશ્રીએ ધીમે ધીમે શ્રાવકવર્ગના દિલમાં ઉતારી. લેકો પણ સમજવા લાગ્યા અને ઉન્માર્ગથી પાછા વળી શુદ્ધ માર્ગના રાગી થયા.
એ વર્ષમાં વળી એક સંવેગી સાધુને વેશ ધારણ કરનાર ઋદ્ધિસાગર નામના સાધુએ પણ મંત્ર-તંત્રાદિ અથવા શુકનમુહર્તાદિના વહેમમાં નાખીને લેકેના મન વ્યગ્ર કરી નાખ્યા હતા, તેથી કેટલાક લોકો તેના પર રાગી થઈ ગયા હતા. આવા વેશધારીના ફંદમાં નહીં ફસાવા માટે પણ મહારાજશ્રીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com