________________
( ૩૫ )
લેાકેાને ઉપદેશદ્વારા સમજાવ્યા અને કાંટાવાળુ ક્ષેત્ર પ્રયાસપૂર્વક સાફ કરીને તેમાં ધર્મના ીજ વાવ્યા. કેટલાએક શ્રાવકે વિશેષ પ્રકારે સંવેગી મુનિઓના રાગી થયા.
મહારાજશ્રીના ઉપદેશથી શેઠ મૂળચંદભાઇ વેલશીએ ધેાલેરાથી શ્રી સિદ્ધાચળજીના છરી પાળતા સંઘ કાઢ્યો. મહારાજશ્રીને વિનતિ કરીને સાથે લીધા. અનુક્રમે પાલીતાણે પહેાંચી તીર્થાધિપતિની યાત્રા કરી આનંદિત થયા. મુનિ દર્શનવિજયજી આ વર્ષમાં પાલીતાણે કાળધર્મ પામ્યા. આ મુનિ બહુ ઉપગારી અને આત્માથી હતા. અંતાવસ્થાએ સભ્યપ્રકારે આરાધના કરીને પંચત્વને પામ્યા હતા. એમના શિષ્ય મુનિ કેવળવિજયજી, શ્રી અમદાવાદ ગણિ શ્રી મૂળચંદજીની પાસે ચેાગવહન કરવા ગયા હતા. તેમની વડીદીક્ષાને અવસરે તેમના મૂળગુરૂ કાળ કરી ગયેલા હેાવાથી મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજીના નામની વડીદીક્ષા આપીને તેમના શિષ્ય ો. મહારાજશ્રીના આ પહેલવહેલા શિષ્ય થયા અને તે પણ પેાતાની ઇચ્છા વિના માત્ર વડીલ ગુરૂભાઈના વિચારથી જ થયા. આ વર્ષે ( સંવત ૧૯૨૯ નું ) ચામાસું મહારાજશ્રીએ પાલીતાણે કર્યું, તેથી ચાતુર્માસ રહેવા આવેલા દેશી–પરદેશી શ્રાવકવર્ગની ઉપર મહાન્ ઉપકાર થયા.
હવે દિનપરદિન સંવેગી મુનિઓની સંખ્યા વૃદ્ધિ પામવા લાગી, તેમાં પણ મુનિમહારાજ શ્રી ખુટેરાયજીના પરિવાર વિશેષ વૃદ્ધિ પામ્યા. યતિઓનું જોર ગામેાગામ ઘટવા માંડયું અને લેાકેા સંવેગી સાધુએના રાગી થવા લાગ્યા. વિહાર પણ સુગમ થયા. ગુજરાત ને કાઠિયાવાડમાં તા ખીલકુલ અડચણ ન આવે એવી સ્થિતિ થઇ. એ વખતમાં મુનિએ પણ વિહાર કરવાની તત્પરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com