________________
સંવત સોઇ શુભ કામદાવાદ કરી અને
( ૩ર ) શિષ્ય તરીકે પ્રસિદ્ધિને પામ્યા. સંવત ૧૯૨૨ નું ચોમાસું અમદાવાદમાં જ થયું. | સંવત ૧૩ ના ચોમાસામાં મહારાજશ્રીના ઉપદેશથી શેઠ દલપતભાઈ ભગુભાઈએ ઉજમણુને અને પ્રતિષ્ઠાને મહેત્સવ કરી સુમારે પચીશ હજાર રૂપીઆ ખરા. ભાવનગરના શ્રાવકે પંચતીથીની યાત્રા કરીને અમદાવાદ આવેલા તેમને ઉપદેશ આપી ઉજમણું કરવાની અભિલાષા ઉત્પન્ન કરી અને ઉપકરણાદિની સગવડ કરાવી આપી, જેથી સંવત ૧૨૪ ના માગશર માસમાં ભાવનગરમાં પહેલવહેલું ઉજમણું થયું. સંવત ૧૯૨૩૨૪–૨૫ એ ત્રણ વર્ષના માસા પણ મહારાજશ્રીએ અમદાવાદમાં જ કર્યા. તે અરસામાં ધર્મશાળામાં એક સારે પુસ્તક ભંડાર કરાવ્યા.
સંવત ૧૨૬ માં શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી તેઓ શ્રી રાધણુપુર પધાર્યા અને તે ચોમાસું ત્યાં જ કર્યું.
સંવત ૧૯૨૭ માં પંજાબથી ગુરૂમહારાજ આ તરફ પધારે છે એવા ખબર સાંભળીને ગુરૂમહારાજની સામા જવા તેમને ઉત્સુક્તા થઈ, તેથી રાધણપુરથી અમદાવાદ જઈ મુનિ મૂળચંદજીને મળીને પોતે બીજા ચાર મુનિઓ સહિત સામા ચાલ્યા. પાટણ, પાલણપુર થઈને પાલા પહોંચ્યા એટલે ગુરૂ-: મહારાજ ત્યાં એકત્ર થયા. બહુ વર્ષે દર્શન થવાથી પરમ આનંદ થયા પછી વાલીથી ગુજરાત તરફ સેએ વિહાર કર્યો. માર્ગમાં શ્રી આબુજી તીર્થની યાત્રા કરી અપૂર્વ મૂર્તિ તથા અપૂર્વ કારીગરી જોઈ બહુ આનંદ થયે અને દ્રવ્યમૂછ તજી દઈને અગણિત રૂપીઆ ખર્ચનાર વિમળશા તથા વસ્તુપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com