________________
( ૩૧ ) સંવત ૧૯૨૧ માં શેઠ દલપતભાઈએ ઘણા આડંબરસહિત અમદાવાદથી સંઘ કાઢ્યો. મહારાજ સાથે ચાલ્યા. સિદ્ધાચળજીને ભેટતાં પરમ આહલાદ થયો. શેઠ દલપતભાઈનો રાગ પણું મહારાજજી ઉપર વૃદ્ધિ પામ્યા. આ વખતે શેઠ કેશવજી નાયક તરફથી મહા શુદિ ૧૩ શે અંજનશલાકા થવાની હતી. માણસે પુષ્કળ મળ્યું હતું. શેઠ કેશવજી નાયકને નવકારશી કરવાની બહુ ઈચ્છા હતી પણ કેટલાએક કારણથી તે ઈચ્છા પાર પડી નહીં, એટલે શેઠ દલપતભાઈએ તે બીડું ઝડપી લઈને તે દિવસે નવકારશી કરી. આ સંઘમાં શેઠ દલપતભાઈએ સુમારે એંશી હજાર રૂપીઆની મૂછ ઉતારી હતી. મહારાજશ્રી પાછા સંઘ સાથે અમદાવાદ ન જતાં ભાવનગર પધાર્યા. સંવત ૧૨૧ નું ચોમાસું પતે ભાવનગરમાં કર્યું અને મુનિ મૂળચંદજીએ શિહેરમાં કર્યું.
સંવત ૧૯૨૨ માં બંને ગુરૂભાઈએ સાથે વિહાર કર્યો. માર્ગમાં ગામે ગામે અનેક પ્રાણીઓને સબેધામૃતવડે પવિત્ર કરતાં કરતાં અમદાવાદ પહોંચ્યા. ત્યાં મુનિરાજશ્રી મૂળચંદજીએ શ્રી ભગવતીસૂત્રના મહાગનું ઉદ્વહન કર્યું, જેને અંતે શ્રી સંઘ તરફથી તેમને “ગણિ”પદવી આપવામાં આવી. હવેથી તેઓ ગણિ શ્રી મૂળચંદજી કહેવાવા લાગ્યા. પિતાથી શરીરની અશક્તિના કારણને લીધે વિશેષ યેગનું વહન થઈ શકતું નહતું, પરંતુ પિતાના વડીલ ગુરૂભાઈએ મહાગ વહ્યા અને ગણિપદવી મેળવી તેથી પિતાને બહુ જ આસ્લાદ થયો. આ વર્ષમાં શ્રી ડીસામાં મુનિ નિત્યવિજ્યજી પાસે એક સાથે પાંચ શ્રાવકોએ દીક્ષા ગ્રહણ કરી. તેમાંથી મુનિ મેતીવિજયજી, ભક્તિવિજયજી અને દર્શનવિજયજી મુનિરાજશ્રી બુટેરાયજીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com