________________
" ( ૩૦ ) સ્થિત દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી હતી. તેમાં મહારાજશ્રીને ઉપદેશ લાગવાથી શેઠ પ્રેમાભાઈ, દલપતભાઈ અને મગનભાઈ કરમચંદે પુષ્કળ દ્રવ્યને સત્કાર્યમાં વ્યય કર્યો. મહારાજશ્રી કહેતા કે “લક્ષમી સ્વભાવે ચંચળ છે, આવે છે ને જાય છે, સ્થિર રહેતી નથી, માટે જ્યારે તેની પ્રાપ્તિ થાય ત્યારે તેને સત્કાર્યમાં વાપરીને સફળ કરવી. લક્ષમીને સત્કાર્યમાં વ્યય કરવાથી પુ બંધ થાય છે અને તે ભવાંતરમાં પણ હિતદાયી થાય છે. પૂર્વે કરેલા સુકૃતવડે આ જન્મમાં દ્રવ્યાદિની પ્રાપ્તિ થાય છે તે તેના ઉપકારને જાણીને જે પ્રાણી આ ભવમાં તેને સદુપયોગ કરતા નથી તેઓ કૃતની-કર્યા ગુણનો નાશ કરનાર લેખાય છે અને લક્ષ્મી જ્યારે જતી રહે છે ત્યારે તેઓ પશ્ચાતાપના ભાજન થાય છે.” આવી રીતના ઉપદેશામૃતથી શ્રોતાએના મન વિકસ્વર થતા હતા. શાંતતા, ધૈર્યતા અને સમયસૂચક્તા વિગેરે ગુણે આ વખતે પ્રકાશી નીકળ્યા હતા. શેઠ મગનભાઈ કરમચંદે આ વર્ષમાં સંઘ કાઢ્યો. તેમની સાથે શ્રી કેશરી આજી તથા શ્રીતારંગાજી વિગેરે તીર્થોની યાત્રા કરી આવ્યા પછી સંવત ૧૯૧૭ નું ચેમાસું અમદાવાદમાં જ કર્યું.
સંવત ૧૯૧૮ માં મહારાજશ્રીના માતુશ્રી કાળધર્મ પામ્યા. સંવત ૧૯૧૮-૧૯ અને ૨૦ એ ત્રણ વર્ષના માસાં ઉપરાઉપર અમદાવાદમાં જ કર્યા. સંવત ૧૨૦ ના ચોમાસામાં શેઠ દલપતભાઈ ભગુભાઈને શ્રી સિદ્ધાચળજીને છરી પાળતે સંઘ કાઢવાની અભિલાષા થઈ તેથી તેમણે મહારાજશ્રીને વિનતિ કરી કે “જે આપ સાથે આવવાનું કબુલ કરે તે મારી અભિલાષા પૂર્ણ થાય.” મહારાજજીએ તેમના ભાવની વૃદ્ધિ દેખીને તે વાત કબુલ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com