________________
( ૨૮ ) ગેરરીતે કરેલા હુકમથી દલીચંદજીને નાસીપાસ થવા વખત આવ્યું. મહારાજજીએ શ્રી ઉપાસગદશાંગ સૂત્ર વ્યાખ્યાનમાં વાંચ્યું અને સુબાધિકા ધારી લઈને પર્યુષણમાં તેનું વ્યાખ્યાન વાંચ્યું. સંઘને બહુ હર્ષ થશે. ધીમે ધીમે લેકનું વલણ ફિરવા લાગ્યું, કારણ કે “સાચાને ખપ સહુને છે. પણ સાચાની ઓળખાણ પડવી મુશ્કેલ છે.”
સંવત ૧૯૧૫ નું ચોમાસું ઉતયે ગોઘાથી નીકળેલા છરી પાળતા સંઘની સાથે મુનિ વૃદ્ધિચંદજી પાલીતાણે ગયા. ગુરૂમહારાજ પણ ભાવનગરથી ત્યાં આવેલા એકત્ર થયા. સિદ્ધાચળજીની નજીકમાં આવેલા ક્ષેત્રમાં ચાતુર્માસ રહેલા મુનિએ ચાતુર્માસ પૂર્ણ થયે ઘણું કરીને સિદ્ધાચલજીને ભેટવા આવે છે, તેમજ તે તે ગામને શ્રાવકવર્ગ પણ બનતા સુધી સંઘ કાઢીને સાથે સિદ્ધાચળજી આવે છે. એવું એ બાજુમાં બહુ વર્ષથી પ્રવર્તન છે.
- પાલીતાણે યાત્રા કરીને ભાવનગરના શ્રાવકના આગ્રહથી 'ભાવનગર આવ્યા, પરંતુ ફરીને પાછું ભાવનગરથી નીકળેલા સંઘ સાથે પાલીતાણે જવું થયું. મુનિરાજશ્રી બુટેરાયજીએ મુનિ મૂળચંદજીને લઈ અમદાવાદ તરફ વિહાર કર્યો અને પોતે ભાવનગર આવ્યા. સંવત ૧૯૧૬ નું માસું ભાવનગરમાં જ કર્યું. તે વખતે પંન્યાસ મણિવિજયજી તથા પંન્યાસ દયાવિમળાજી પણ ભાવનગરમાં જ ચોમાસું રહ્યા હતા. આ ચોમાસામાં વ્યાખ્યાન વાંચવાના સંબંધમાં એક સાધ્વીએ તકરાર ઉઠાવ્યો પરંતુ તેનું કાંઈ ચાલી શકયું નહિ. સુખશાંતિપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કરી, પાલીતાણે યાત્રા કરીને અમદાવાદ તરફ વિહાર કર્યો, પરંતુ અમદાવાદ પહોંચ્યા અગાઉ મુનિ મહારાજશ્રી બુટેરાયજીએ તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com