________________
( ૭ ) કહેવાતા હતા જેથી કેટલાએક શ્રાવકે તેમનાથી ડરતા હતા અને કેટલાએક શ્રાવકે સાંસારિક દ્રવ્યપુત્રાદિકની લાલસાથી તેમના ભક્ત થઈ પડેલા હતા. મુનિ વૃદ્ધિચંદજીને કેટલાએક શ્રાવકે આગ્રહ કરીને તેડી ગયા ખરા, પરંતુ બહાળો પક્ષ યતિઓને રાગી હોવાથી પ્રારંભમાં જરા મુશ્કેલી નડી. ઉતરવા માટે ઉપાશ્રયની અડચણ તે ગૃહસ્થના મકાનમાં રહેવાથી દૂર થઈ, પરંતુ “આ સંવેગી મુનિ શુદ્ધ ગુરૂતત્વને ઉપદેશ કરશે તે પછી અમને કોઈ માનશે નહીં, ” એવા ભયથી તેમજ “ સાધુને અધિકાર અમારી વિદ્યમાનતા છતાં વ્યાખ્યાન વાંચવાને નથી. ” એવા અભિમાનથી પ્રારંભમાં જ યતિ દલીચંદજીએ વ્યાખ્યાન વાંચવાની મનાઈ કરી. પણ આ અટકાયત વધારે વખત ટકી શકી નહીં, કેમકે “સાચ પાસે જૂઠ વધારે વખત નભી શકતું નથી. ” વાસ્તવિક રીતે જોતાં તે પંચમહાવ્રતધારી ગુરૂ કહેવાતાં છતાં ભ્રષ્ટ થયેલાઓને વ્યાખ્યાન વાંચવાને આધકાર સંભવતા નથી તેમજ તેનું વ્યાખ્યાન સાંભળવું શ્રાવકવર્ગને ઘટિત પણ નથી, પરંતુ પૂર્વોક્ત કારણથી અને અજ્ઞાનદશાના જોરે થયેલા દષ્ટિરાગથી મુગ્ધ શ્રાવકે તે વાત સમજી શકતા નહોતા. હાલમાં મુનિરાજના વિહારવડે તે વાત પ્રકાશમાં આવવા લાગી હતી, પરંતુ સંવેગી મુનિઓની સંખ્યા અલ્પ હોવાથી ઘણા ક્ષેત્ર જળવાઈ શકાતા નહીં એટલે યતિઓ ફાવી જતા. આ દેશમાં શુદ્ધ ધર્મની ઓળખાણ મુનિરાજ શ્રી બુટેરાયજીના પરિવારે જ કરાવવા માંડી હતી તેથી તેના પ્રત્યે યતિએ વધારે ઈર્ષા કરતા હતા.
યતિ દલીચંદજીએ કરેલી અટકાયત સંવેગી પક્ષના રાગી શ્રાવકેએ બે દિવસમાં રદ કરી અને વ્યાખ્યાન વંચાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com