________________
( ૯ ) પંજાબ તરફ વિહાર કર્યો હતો તેથી તેમને સમાગમ થઈ શક્યું નહીં. * સંવત ૧૯૧૭ માં જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે શેઠ હેમાભાઈનું સર્વ કુટુંબ મુનિરાજશ્રી વૃદ્ધિચંદજીનું વિશેષ રાગી થયું હતું. મુનિ વૃદ્ધિચંદજીનું શરીર સ્વાભાવિક કમળ હોવાથી તેમજ અદ્યાપિ સુધીમાં આહારપાણ વિગેરેનું કષ્ટ વેઠીને પણ કેટલીક વખત વિહાર કરેલો હોવાથી અને સંગ્રહણીને દુ:ખકર વ્યાધિ લાગુ પડેલો હોવાથી વિહાર કરવો મુશ્કેલ પડવા લાગ્યું હતું, પરંતુ વિહાર કરવાથી થતા લાભ અને સ્થિરવાસે રહેવાને પરિણામે થતા ગેરલાભ વિચારીને તેઓ એક સ્થાનકે રહેવાનો વિચાર કરતા નહોતા.
વિહાર કરવાથી ગૃહસ્થને પ્રતિબંધ ન થાય, કેઈની સાથે રાગદશા ન બંધાય, સ્થાને સ્થાને અનેક જીવને ઉપકાર થાય, અનેક વિદ્વાનેને સંસર્ગ થાય, અનેક તીથની યાત્રા થાય. તેમજ ચારિત્ર નિર્મળ રહે ઈત્યાદિ કારણેથી સર્વ મુનિને વિહાર કરવાની આજ્ઞા ફરમાવેલી છે. એક સ્થાનકે રહેવાથી ગૃહસ્થને પ્રતિબંધ થાય, નિત્યપરિચિત માણસે સાથે રાગ બંધાય, નિત્યના સહવાસથી ઉપદેશની અસર ઓછી થાય, નવા નવા વિદ્વાનોને પ્રસંગ થતો અટકે અને પ્રાય: શરીર પણું પ્રમાદી થઈ જવાથી ક્રિયામાં શિથિલતા પ્રાપ્ત થાય; માટે મુનિએ શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી એક સ્થાનકે રહેવું નહીં એમ કહેલું છે. • ,
મુનિરાજશ્રી વૃદ્ધિચંદજીની ઉપદેશ કરવાની રીતિ એટલી બધી અસરકારક હતી કે તેથી સાંભળનાર શ્રેતાને તાત્કાલિક અસર થતી. આ વખતે અમદાવાદના જેન ગૃહસ્થની દ્રવ્યસંબંધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com